આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૨


સ્થામાં વ્યાપકતા, જીવનમાળામાં સુવર્ણસૂત્રરૂપે સ્થિતિ, અહિં દર્શાવતાં તે તે અવસ્થામાંના સ્વરૂપભેદ પણ સૂચવ્યા છે. મુગ્ધાવસ્થામાં કુસુમરૂપે, પૂર્ણયૌવનમાં અમૃતરૂપે, પ્રોઢવયમાં એ કુસુમને એ અમૃતવડે છાંટી નવી તાજગી આપનાર પ્રભાવરૂપે–આમ ત્રણે અવસ્થામાં પ્રેમની શુભ પ્રવૃત્તિ દર્શાવી છે.

લોક ૪-૫. પ્રૌઢાવસ્થાની ગમ્ભીર તેમ જ વિચારમય સ્થિતિ શ્લોક ૪ માં સૂચિત છે અને શ્લોક ૫ માં કુસુમની વૃષ્ટિ મુગ્ધાવસ્થાના સંસ્કાર જગવી ઘેરાં ગાન પ્રૌઢાવસ્થાના સ્વરને અનુરણન કરે છે.

શૂન્યહુદય મુગ્ધા પૃ ૭૮.

બાબૂ જ્યોતિરિન્દ્રનાથના “અશ્રુમતી નાટકમાં (બંગાળીમાં) બાબૂ રવીન્દ્રનાથનાં બે ગીત છે ત્હેમાંના એકનું ભાષાન્તર કરી નારાયણ હેમચન્દ્રના એ નાટકના ભાષાન્તરમાં મૂકેલું આ કાવ્ય છે. મૂળ ગીતની ચાલ જુદી જ તરેહની છે. આ ગીતની ચાલ મ્હે જુદા નમૂના ઉપર યોજી છે. કાવ્યનું મથાળું મ્હેં આ સંગ્રહમાં મૂકતે જોડયું છે.


કડી ૨. પંક્તિ ૨. સુગન્ધની ઢગલીઓ---સુગન્ધમય કુસુમની ઢગલીઓ; સુગન્ધ એ પ્રધાનગુણની તીવ્રતાની વ્યંજના આ લક્ષણથી થાય છે.

કડી ૪. પંક્તિ ૧.

આ મુખચંદ-ત્હારો મુખચંદ.