પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૭
મનુષ્યત્વ.

આવે કે ઊલટી થાય અને વધારાનો ખોરાક પચી જાય કે નિકળી જાય તોજ નિરાંત વળે; વિશ્વસ્થિતી સર્વદા પોતાની જે સુખરૂપ સમતા છે તેજ પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે છે. એમાં માણસ પોતાનાં રાગદ્વેષથી આંધળાં થઈ વિક્ષેપ કરે છે, ત્યારેજ વધારે વેદના વેઠવી પડે છે. જેને એકાત્મભાવ થવાથી રાગદેષ મટી જાય તેનું તનમન સર્વદા વિશ્વના નિયમ પ્રમાણે જ ચાલે એટલે તેને પોતાને કશી વેદના વેઠવી પડે નહિ. એમ જે કેવલ નિર્વાસનાની સ્થિતિ થાય તે મોક્ષ. મોક્ષ તે કાંઈ મુવા પછી થતું નથી, કે કોઈ ઠેકાણે સ્વર્ગમાં કે અમુક લોકમાં પૂરાઈ રહેવાથી થતો નથી; પણ વાસના ક્ષયથી થાય છે. એવું તો કાંઈજ નથી કે જે રાત દિવસ વિશ્વક્રમના નિયમથી ગતિમાં ન રહેતું હોય. બ્રહ્માદિથી તે નાના રજકણ સુધી પણ બધું અનિત્ય છે. ત્યારે મોક્ષ પણ અનિત્ય ન હોય એમ નથી. પણ તેમાં થોડો વિવેક સમજવાનો છે. વિશ્વક્રમનો જે નિયમ 'મરણ અને જન્મ' એમ પ્રવર્તે છે તેનાથી મુક્ત લોકનાં શરીર પણ છુટાં નથી, ભેદ એટલોજ કે આપણા જેવાં પામરના કરતાં કાટિ વર્ષે, કોટિયુગે, કોટિકલ્પે, ને તે મહા મનુષ્યરૂપે, દેવરૂપે, કે ઈશ્વરરૂપે, તે અવતરે છે. પણ તેમનામાં જે વાસનારૂપી દેહ, રાગદ્વેષ પેદા કરી તેમને બંધનમાં પાડનાર છે, તે મરી ગયેલો હોય એટલે જ્યારથી તે મરી ગયો ત્યારથી તેમનો મોક્ષ સનાતનને માટે-કહ્યાં તે પ્રમાણે રૂપ થાય તોપણ–થઈ ચુકેલોજ છે. નિત્ય છે. એ વાસનાનો નાશ આત્મભાવ થવાથી થાય છે. માટે આત્મભાવ પામવાને પ્રયત્નપરાયણ રહેવું એજ દુર્લભ મનુષ્ય ભવ પામી કરવાનું મુખ્ય કર્મ છે.

કોઈ કહેશે કે આતો વૈરાગ્યની વાત છે. એને વિરાગ કહો તેના કરતાં અતિ ઉત્તમ રાગ કહો, પ્રેમ કહો તો વધારે સારૂ. વિરાગ અથવા વૈરાગ્ય શબ્દનો અર્થ પણ એજ છે. રાગ એટલે અમુક વસ્તુ પદાર્થ ઈત્યાદિ ઉપર આપણા મનની આસક્તિ, ને તેવી એક એક વસ્તુ ઉપર આસક્તિ હોય તે ઉઠી જવી એનું નામ વિરાગ. પણ વૃતિ કશાના આધાર વિના રહી શકતી નથી, ત્યારે વસ્તુ આદિ ઉપરથી જે વૃત્તિ ઉઠી ગઈ તે બીજા કશા ઉપર ઠરવી જોઈએ. તે જે ઉપર ઠરે તે એક એક વસ્તુ નહિ પણ સર્વ વસ્તુ, તે સમગ્ર વિશ્વ, આત્મા એમ સમજવું, ને એમ જે થાય તેજ ખરો પ્રેમ અથવા ખરો વિરાગ. આવો જે પ્રેમ તે જ વિરાગ છે એટલે ભગવાં કરવાં, ઘર તજવું, દે દંડકમંડલું ધારણ કરવાં તેજ વિરાગ નથી. ત્યાગ કરવો એજ વિરાગ. ત્યાગ કરવો એજ વિરાગ હોય તો પણ