જાહેરાત
હોમ / ન્યૂઝ / અજબગજબ / આઈકોનિક રમ ઓલ્ડ મોન્કને જાહેરાતની જરુર કેમ નથી? સ્ટ્રેટર્જી સાંભળીને બોલી ઉઠશો વાહ!

આઈકોનિક રમ ઓલ્ડ મોન્કને જાહેરાતની જરુર કેમ નથી? સ્ટ્રેટર્જી સાંભળીને બોલી ઉઠશો વાહ!

કોઈપણ જાહેરાત વિના બજાર પર રાજ કરે છે આ ‘રમ’!

કોઈપણ જાહેરાત વિના બજાર પર રાજ કરે છે આ ‘રમ’!

ઓલ્ડ મોન્કને 1954માં લોન્ચ કરવામાં આવી હતી. મોહન મીકિનના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર વેદ રતન મોહને આ રમ બનાવી હતી. લાંબા સમય સુધી તે કોઈપણ જાહેરાત વિના બજારમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે. કારણ જાણીને ચોંકી જશો.

ભારતની સૌથી પ્રખ્યાત રમ ગણાતા ઓલ્ડ મોન્કનો ક્રેઝ છે. આ સ્પેશ્યલ વેનિલા ટેસ્ટ માટે ફેમસ રમના કિસ્સા ખૂબ જ મશહૂર છે. આ રમ જેટલી ફેમસ છે તેટલી જ તેની બોટલ પણ પ્રસિદ્ધ છે પરંતુ, લાગે છે કે બોટલનું ઢાંકણું જ લોકપ્રિયતામાં વધારે આગળ છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં આવેલી કોમેન્ટ્સથી ખબર પડે છે કે લોકો બોટલના ઢાંકણાથી ખૂબ જ પરેશાન છે.

જાહેરાત

ઓલ્ડ મોન્ક વિશે તે પ્રખ્યાત છે કે કંપની તેની જાહેરાત કરતી નથી. તેની લોકપ્રિયતા વર્ડ ઓફ માઉથ અને ગ્રાહકોની વફાદારી પર નિર્ભર કરે છે. વાયરલ વીડિયોમાં વેદ રતન મોહનનો દીકરો રૉકી મોહન જણાવે છે કે આ કંપની ઓલ્ડ મોન્ક પ્રચાર કેમ નથી કરતી.

આ પણ વાંચોઃ ATM માં કેમ લગાવવામાં આવે છે AC? જાણો શું છે તેની પાછળનું ખાસ કારણ

વીડિયોમાં તે કહે છે કે અમે જાહેરાત નથી કરતા, માર્કેટિંગ ચોક્કસ કરીએ છીએ. અમે એવું કામ કરીએ છીએ જેનાથી તમને યાદ રહે કે આ બ્રાન્ડ હાજર છે. વ્યક્તિએ પોતે ક્યાં છે તેની બડાઈ મારવાની જરૂર નથી. તેની બોટલ આઇકોનિક છે. આખાં સેલ્ફમાં તે આંખે તરીને આવે છે, પછી ભલે તેના પર લેબલ લાગેલું હોય કે ન હોય.

જાહેરાત

યુઝર્સે બોટલના ઢાંકણા પર કરી કોમેન્ટ

આ બોટલના ઢાંકણ પર યુઝર્સે ઘણી ફની કોમેન્ટ્સ કરી છે. pramodthap નામના એક યુઝરે લખ્યું, ‘ઢીંઢોરો ન પીટવું ઠીક છે આ આઈકોનિક બોટલનું ઢાંકણું તો બરાબર બનાવી લો યાર, ભાઈ!’

rohitgupta3116 નામના અન્ય યુઝરે લખ્યું, ‘સર, થોડું ઢાંકણાની સમસ્યા છે બીજું બધું ઠીક છે પણ ઢાંકણામાં કાણું પાડીને પૈગ બનાવવું પડે છે.’

જાહેરાત

આ પણ વાંચોઃ આખી દુનિયામાં ડિજિટલ તરફ ભરી રહી છે હરણફાળ, પરંતુ શું છે આ શબ્દનો અર્થ?

amit111.malikએ લખ્યું છે કે ઢીલું ઢાંકણું વર્ષોથી ઓલ્ડ મોન્કની ઓળખ છે. જ્યારે આઇરિશેકે લખ્યું હતું કે, બોટલનું ઢાંકણું ઠીક કરો…

જાહેરાત

બજારમાં ધૂમ મચાવે છે ઓલ્ડ મોન્ક

ઓલ્ડ મોન્ક 1954માં શરૂ કરવામાં આવી હતી. મોહન મીકિનના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર વેદ રતન મોહનને આ રમના સર્જક માનવામાં આવે છે. ઓલ્ડ મોન્ક રમ લાંબા સમયથી બજારમાં પ્રભુત્વ ધરાવે છે. અન્ય બ્રાન્ડ્સ હતી પરંતુ ગુણવત્તા કે લોકપ્રિયતામાં કોઈ નજીક આવી શક્યુ નહતું.

જાહેરાત
નાતાલ પર ગિફ્ટ આપનાર સાંતા ક્લોઝની શું છે કહાની?
નાતાલ પર ગિફ્ટ આપનાર સાંતા ક્લોઝની શું છે કહાની?

આ રીતે મળ્યું નામ

આ રમનું નામ કેવી રીતે પડ્યું તેની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. વેદ રત્ન મોહન તે દરમિયાન બેનિદિક્તિન ભિક્ષુઓના શાંત જીવન અને તેઓએ તૈયાર કરેલા પીણાંથી ખૂબ પ્રભાવિત હતા. તેથી જ્યારે તેણે તેની રમ બનાવી ત્યારે તેણે તેનું નામ ઓલ્ડ મોન્ક રાખ્યું.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
  • First Published :
જાહેરાત
જાહેરાત

NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ સમાચાર