જાહેરાત
હોમ / ન્યૂઝ / ગાંધીનગર / ગાંધીનગરમાં અહીં બનશે 44 કરોડનું રેરા ભવન, પોશ વિસ્તારની પસંદગી કરી

ગાંધીનગરમાં અહીં બનશે 44 કરોડનું રેરા ભવન, પોશ વિસ્તારની પસંદગી કરી

રેરા ભવનની ડિઝાઇન આવી હશે

રેરા ભવનની ડિઝાઇન આવી હશે

ગાંધીનગરના સરગાસણમાં 44 કરોડના ખર્ચે ગુડાના ફાઇનલ પ્લોટ નંબર 176માં રેરા ભવન બંધાશે સંબંધિત તંત્ર દ્વારા આગળની ઘટતી કાર્યવાહી પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગમાં ફાઈલ ચલાવવામાં આવી રહી છે.

  • 1-MIN READ Gandhinagar,Gujarat
  • Last Updated :

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટી દ્વારા રેરા ભવન બનાવવા માટે ગાંધીનગરના ગુડા પાસે પ્લોટની માંગણી કરવામાં આવી હતી.

તેને ગુડાના સત્તાધીશો દ્વારા બહાલી આપવામાં આવતા ટીપી 9માં આવેલા ગુડાસ્તકના અંદાજે 6500 સ્ક્વેર મીટરના પ્લોટમાંથી 3,500 સ્ક્વેર મીટરના પ્લોટમાં રેરા ભવન બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

બેસ્ટ ટુરિઝમ વિલેજ – ધોરડો
બેસ્ટ ટુરિઝમ વિલેજ – ધોરડો

આ પ્લોટીંગને સોંપવા માટેની ગુડા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 44 કરોડના ખર્ચે આ પ્લોટ ખરીદ્યા પછી 3,500 સ્ક્વેર મીટરના પ્લોટમાં રેરા ભવનનું બાંધકામ કરવામાં આવશે.

જાહેરાત

ગાંધીનગરના સરગાસણમાં 44 કરોડના ખર્ચે ગુડાના ફાઇનલ પ્લોટ નંબર 176માં રેરા ભવન બંધાશે સંબંધિત તંત્ર દ્વારા આગળની ઘટતી કાર્યવાહી પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગમાં ફાઈલ ચલાવવામાં આવી રહી છે. શહેરનું રિયલ એસ્ટેટ માર્કેટ પ્રતિ વર્ષ 2000 કરોડથી વધારે જોવા મળ્યું છે. વિવિધ વિસ્તારોમાં સ્કાય લાઈન પણ હવે 100 મીટરથી સુધી પહોંચી ગઈ છે. ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા સરગાસણમાં રહેતા દ્વારા ભવન બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે.

શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી લાવ્યા હતા આ છોડ, જાણો ફાયદા
શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી લાવ્યા હતા આ છોડ, જાણો ફાયદા

હાલના સંજોગોમાં શહેરના સેક્ટર વિસ્તારમાં રેરાની કામગીરી નામ માત્રની છે. જ્યારે નવા સેક્ટરોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં હોવાના કારણે નવા વિસ્તારમાં બાંધકામ કરનારા લોકોને સહયોગ સંકુલ સુધી લાંબુ થવાની જરૂર નહીં પડે સરગાસણમાં 44 કરોડના ખર્ચે પ્લોટ ખરીદવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
  • First Published :
જાહેરાત
જાહેરાત

NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ સમાચાર