જાહેરાત
હોમ / ન્યૂઝ / ગુજરાત / વાહનનો વીમો લેવો શા માટે ફરજિયાત છે? જાણો કેવા છે વીમાના ફાયદા

વાહનનો વીમો લેવો શા માટે ફરજિયાત છે? જાણો કેવા છે વીમાના ફાયદા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

રોડ ઉપર વીમા વગરનું વાહન ચલાવવું ગુનો છે. અને કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે વીમા વગરનું વાહન ચલાવો તો જેલની પણ સજા થય શકે છે.

  • 1-MIN READ
  • Last Updated :

    વિભુ પટેલ, અમદાવાદઃ વાહન અને વાહન માલિકની સુરક્ષા માટે વીમો ફરજિયા કરવામાં આવ્યો છે. વાહન ખરિદો ત્યારે વીમો લીધેલો હોય તો જ આરટીઓમા (RTO)આગળની પ્રકિયા થાય છે. ત્યારે સવાલ એ થાય છે કે વીમો શા માટે ફરજિયા કરવામાં આવ્યો છે. વાહન વીમા માટેની ત્રણ પ્રકાર છે. થર્ડ પાર્ટી વીમો, થર્ડ પાર્ટી ડેમેજ વીમો અને ફુલ વીમો, આ ત્રણ પ્રકારના વીમાથી એક વીમો લેવો ફરજિયા છે.

    જાહેરાત

    રોડ ઉપર વીમા વગરનું વાહન ચલાવવું ગુનો છે. અને કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે વીમા વગરનું વાહન ચલાવો તો જેલની પણ સજા થય શકે છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતીએ (News18Gujarati) રોડ સેફટી માટે છેલ્લા 20 વર્ષેથી કામ કરતા અમિતભાઈ ખત્રી સાથે વાત કરી હતી.

    અમિતભાઈએ જણવ્યું હતું કે વાહનનો વીમો લેવો ખુબ જરૂરી છે. અને વાહન ચલાવતી વખતે અલગ અલગ પ્રકારે વીમાની જરૂરિયાત ઊભી થાય છે. જેમા વાહન ચોરાય કે પછી વાહનનુ અકસ્માત થાય અથવાતો વાહનને કુદરતી આફક કે માનવ સર્જીત આફતમા નુકસાન થાય ત્યારે વીમો કામ આવે છે.અને વાહનને નુકસાન થાય તેની ભરપાઈ વીમા કંપની કરે છે.

    નવા કાયદા પ્રમાણે થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો છે જે સ્વીકાર્ય છે. વાહન ચાલક જો કોઈ રાહદારીને નુકસાન પહોંચાડે અને વાહન ચાલકે થર્ડ પાર્ટી વીમો લીધેલો હોય તો રાહદારીને નુકસાન થયું હોય તો તેની રકમ વીમા કંપની આપે છે. જોકે થર્ડ પાર્ટી વીમોનું પ્રીમિયમ ઓછું હોય છે. અને ફુલ વીમાનુ પ્રમિયમ વધારે હોય છે.

    જાહેરાત

    મહત્વપૂર્ણ છે અકસ્માત થાય ત્યારે પોતાનું વાહન અથવા થર્ડ પાટીના વાહનને નુકસાન થાય ત્યારે વાહન ચાલકને બચાવવા માટે અને નુકસાનની આખી રકમ ભરપાઇ કરવાના આસયથી વાહને વીમાનું કવચ આપવામાં આવે છે.
    મોટર વ્હીકલના કાયદા મુજબ ભારત દેશના રસ્તા ઉપર ચાલે છે. તેને કોઈ પણ એક પ્રકારનો વીમો લેવો ફરજિયા છે.

    આ પણ વાંચોઃ- અમદાવાદ પોલીસે ટેક્નોલોજી થકી માનસિક અસ્થિર યુવકનું UPમાં રહેતા પરિવાર સાથે મીલન કરાવ્યું

    જાહેરાત

    વીમા વગર વાહન ચલાવવાથી જેલમાં પુરવાની પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. વીમા કંપની દ્વારા ફાયર દરમિયાન ચોરી કે અકસ્માતમાં વાહનને નુકસાન થાય તેની ભરપાઇ કરી આપે છે. જો થર્ડ પાર્ટી વીમો લેવામાં આવે તો સામેવાળાને કોઈ નુકસાન થાય તો તેને વીમા કંપની ભરપાઇ કરે છે. પરંતુ પોતાના વાહનને નુકસાન થયું તો તે વીમા કંપની આપતી નથી. જોકે ફુલ વીમો હોય તો પોતાના વાહન અને થર્ડ પાર્ટીના વાહનને નુકસાન થયું હોય તો બંનેની નુકસાનની ભરપાય વીમા કંપની કરે છે.

    જાહેરાત
    ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
    • First Published :
    જાહેરાત
    જાહેરાત