જાહેરાત
હોમ / ન્યૂઝ / લાઇફ સ્ટાઇલ / સવારમાં પેટ સાફ થતું નથી? ટોયલેટમાં બેસો ત્યારે બહુ તકલીફ પડે છે? આ ઘરેલું ઉપાયોથી ઉઠતાંની સાથે જ દોડવું પડશે

સવારમાં પેટ સાફ થતું નથી? ટોયલેટમાં બેસો ત્યારે બહુ તકલીફ પડે છે? આ ઘરેલું ઉપાયોથી ઉઠતાંની સાથે જ દોડવું પડશે

આ ઉપાયોથી સવારમાં પેટ સાફ થઇ જશે

આ ઉપાયોથી સવારમાં પેટ સાફ થઇ જશે

Constipation Tips: ઘણાં બધા લોકોને સવારમાં પેટ સાફ થતુ હોતું નથી. પેટ સાફ ના થવાને કારણે શરીરમાં બેચેની લાગે છે અને સાથે કામ કરવાથી મજા આવતી નથી. આ સાથે જ ઘણાં લોકોને બે થી ત્રણ દિવસ સુધી પેટ સાફ થતુ હોતું નથી.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લાઇફ સ્ટાઇલ અને ખરાબ ખાવા-પીવાની આદતને કારણે અનેક શારિરિક સમસ્યાઓ સામનો કરવો પડે છે. એમાંથી સૌથી મોટી એક સમસ્યા પેટ સાફ ના થાય એની છે. ઘણાં બધા લોકોને સવારમાં પેટ સાફ થતુ હોતું નથી. પેટ સાફ ના થવાને કારણે શરીરમાં મજા આવતી નથી અને મન બેચેન રહે છે. આ માટે જરૂરી છે કે સવારના સમયમાં પેટ સાફ થવું. પેટ સાફ થવાને કારણે આખો દિવસ ખરાબ જતો હોય છે. સવારમાં ટોયલેટ જાવો તેમ છતાં પણ પેટ સાફ ના થાય એટલે આખો દિવસ બેચેની લાગે છે અને કામ કરવાની મજા આવતી નથી. આજની આ લાઇફ સ્ટાઇલને કારણે અનેક લોકોનું પેટ સાફ થતુ હોતું નથી. જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

જાહેરાત

આ પણ વાંચો:  લગ્નની પહેલી રાત્રે રિલેશન રાખતાં પહેલાં રાખો આ ધ્યાન

ખૂબ પાણી પીવો

તમને જાણીને નવાઇ લાગશે કે તમે પાણી જરૂરિયાત કરતા ઓછુ પીવો છો તો પણ તમારું પેટ સાફ થતુ નથી. આ માટે દિવસ દરમિયાન બેથી ત્રણ લીટર પાણી પી લો. આમ કરવાથી પેટ સાફ રહે છે. પાણી પીવાથી શરીરને ડિટોક્સ થવામાં મદદ મળે છે જેના કારણે પેટ સાફ થવામાં કોઇ તકલીફ પડતી નથી.

સફરજનનો સિરકો ફાયદાકારક

સફરજનનો સિરકો પેટ સાફ કરવા માટે સૌથી બેસ્ટ છે. સફરજનનો સિરકો ડાઇજેશન સિસ્ટમને સારું કરવામાં મદદ કરે છે. આનાથી જૂનામાં જૂની કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે. આ માટે તમે દરરોજ બે ચમચી સફરજનનો સિરકો અડધા કપ પાણીમાં નાંખીને સવારે અને સાંજે લઇ લો. આમ કરવાથી પેટ સાફ થઇ જશે.

આ પણ વાંચો:  આ ઉંમરના બાળકોને ક્યારે ના આપશો Coffee

દરરોજ યોગ કરો

કબજીયાતની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમે દરરોજ યોગા કરો. યોગા કરવાથી સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો દૂર થાય છે. આ માટે તમે તાડાસન, તિર્યક તાડાસન, પ્રશ્વિમોત્તાસન, બંધાસન રોજ ઘરે કરો. આ આસન પેટ સંબંધીત તકલીફોમાંથી છૂટકારો અપાવે છે.

News18ગુજરાતી
News18ગુજરાતી

હિંગનું પાણી

હિંગ પેટની દરેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે ખાસ કરીને જમવાનું બનાવતી વખતે હિંગ વાપરવામાં આવે છે. જો તમને પેટ સંબંધીત સમસ્યા છે તો તમે રોજ સવારમાં હુંફાળા પાણીમાં હિંગ નાંખીને આ પાણી પી લો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
  • First Published :
જાહેરાત
જાહેરાત