જાહેરાત
હોમ / ન્યૂઝ / લાઇફ સ્ટાઇલ / Health / પેટને લગતી A TO Z સમસ્યાઓ દૂર કરવા મધનો આ નુસખો છે 100 ટકા અસરકારક, આ સમયે ખાવાથી ફાયદો થાય છે

પેટને લગતી A TO Z સમસ્યાઓ દૂર કરવા મધનો આ નુસખો છે 100 ટકા અસરકારક, આ સમયે ખાવાથી ફાયદો થાય છે

પેટની સમસ્યા અનેક લોકોને થતી હોય છે.

પેટની સમસ્યા અનેક લોકોને થતી હોય છે.

Stomach problems: ઘણાં લોકો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી કંટાળી જતા હોય છે. પેટને લગતી બીજી અનેક તકલીફો વ્યક્તિને હેરાન કરી દે છે. એવામાં તમે મધ અને હિંગનો આ નુસખો કરો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

Stomach problems: પેટ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓને દૂર કરવા માટે મધ અને હિંગ સૌથી બેસ્ટ છે. હિંગ અને મધમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે હેલ્થને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાને તાકાત ઘરાવે છે. મધ પેટની ગરમીને શાંત કરે છે જ્યારે હિંગ એન્ટાસિડના રૂપમાં કામ કરે છે. વજન ઘટાડવા માટે આ બન્ને વસ્તુનો તમે ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ સિવાય હિંગ મેટાબોલિઝમને સારું બનાવી શકે છે. તો જાણો પેટ સાથે જોડાયેલી સમસ્યાથી લઇને ફેટ લોસ માટે કેવી રીતે સેવન કરશો.

જાહેરાત

આ પણ વાંચો: પ્રેગનન્સીમાં બ્રેસ્ટ પર ખંજવાળ આવે છે? તો આટલું કરો

ચરબી ઓગળે છે: વજન ઓછુ કરવા માટે મધમાંથી બનેલું ડિટોક્સ ડ્રિંક પીઓ છો તો સૌથી બેસ્ટ છે. ફટાફટ ફેટ બર્ન કરવા માટે મધની સાથે હિંગ મિક્સ કરીને લેવાનું રહેશે. આ માટે સવારમાં ખાલી પેટે ગરમ પાણીમાં મધ અને હિંગ મિક્સ કરીને પીઓ.

એસિડિટી

તમને એસિડિટીની ભયંકર તકલીફ છે તો તમે મધ અને હિંગ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘણાં લોકો દવાઓ તેમજ સોડા પીતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ નુસખો તમે કરો છો તો આરામ મળી જાય છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે દરરોજ સવારમાં ખાલી પેટે હિંગ અને મધ મિક્સ કરીને ખાઓ.

આ પણ વાંચો: લાલ કેળા ખાવાથી હેલ્થને થાય છે આ અઢળક ફાયદાઓ

પેટ ફૂલવાની સમસ્યા

પેટ ખરાબ થવાને કારણે ફૂલી જવાની સમસ્યા વધારે રહેતી હોય છે. મધ અને હિંગમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે બ્લોટિંગ જેવી સમસ્યામાંથી રાહત અપાવે છે. આ માટે તમે ચપટી હિંગમાં એક ચમચી મધ મિક્સ કરીને સવારમાં પી જાવો.

News18ગુજરાતી
News18ગુજરાતી

જાણો કયા સમયે લેવાથી વધારે ફાયદો

તમે સવારમાં ખાલી પેટે હિંગ અને મધનું સેવન કરો છો તો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ થઇ જાય છે. આ સાથે હેલ્થને બીજો પણ અનેક ફાયદો થાય છે. મધ અને હિંગ બન્ને વસ્તુ એવી છે જે તમને સરળતાથી તમારા અને બીજા કોઇ પણ વ્યક્તિના રસોડામાં મળી જાય છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
  • First Published :
જાહેરાત
જાહેરાત