જાહેરાત
હોમ / ન્યૂઝ / લાઇફ સ્ટાઇલ / Breast Cancer: વાયુ પ્રદૂષણ બની શકે છે સ્તન કેન્સરનું કારણ, અભ્યાસમાં સામે આવ્યા આવા તારણો

Breast Cancer: વાયુ પ્રદૂષણ બની શકે છે સ્તન કેન્સરનું કારણ, અભ્યાસમાં સામે આવ્યા આવા તારણો

Breast Cancer: વાયુ પ્રદૂષણ બની શકે છે સ્તન કેન્સરનું કારણ, અભ્યાસમાં સામે આવ્યા આવા તારણો

મહિલાઓમાં વધતા સ્તન કેન્સરનુ એક કારણ હવાનું પ્રદૂષણ પણ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણથી માત્ર સ્તન કેન્સર જ નહીં પરંતુ પાર્ટિક્યુલેટ મેટર PM 2.5 અને PM 10 પણ થાય છે, જે અકાળે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું તથા મૃત્યુનું કારણ બની શકે છે. '

  • 2-MIN READ Trending Desk ahmedabad,ahmedabad,Gujarat
  • Last Updated :

Air Pollution Increase Breast Cancer: વધતી ટેક્નોલોજી અને વિકાસની સાથોસાથ વાયુ પ્રદૂષણનો દર પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. વાયુ પ્રદૂષણના કારણે દર 9મી વ્યક્તિ કેન્સરનો ભોગ બની શકે છે. વિશ્વભરમાં અસંખ્ય મહિલાઓ સ્તન કેન્સર જેવી ધાતક બીમારીનો ભોગ બનેલી છે. હવે જાણવા મળ્યું છે કે મહિલાઓમાં વધતા સ્તન કેન્સરનુ એક કારણ હવાનું પ્રદૂષણ પણ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણથી માત્ર સ્તન કેન્સર જ નહીં પરંતુ પાર્ટિક્યુલેટ મેટર PM 2.5 અને PM 10 પણ થાય છે, જે અકાળે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું તથા મૃત્યુનું કારણ બની શકે છે. ‘અમેરિકા અને ફ્રાંસ’માં હાથ ધરાયેલા બે આંતરરાષ્ટ્રીય સંશોધનો પ્રમાણે ઘરની અંદર અને બહાર પાર્ટિકુલેટ મૈટરના સંપર્કમાં આવવાથી સ્તન કેન્સરનું જોખમ વધે છે.

જાહેરાત

શું કહે છે રિસર્ચ

ઘણા રિસર્ચ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે માનવામાં આવે છે કે PM 2.5, સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ અને કેટલાક ઓર્ગેનિક ગેસના કારણે વાતાવરણમાં અનેક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે, જે લોકોના અકાળે મૃત્યુ અને ગંભીર રોગોનુ કારણ બની રહી છે. જે લોકોને પહેલાથી જ હૃદય અથવા ફેફસાના રોગો છે તેમની માટે આ વધુ ધાતક સાબિત થાય છે. આ ટોક્સિક અને ગંદી હવા ફેફસાના કાર્યને પણ મોટી અસર કરે છે.

આ પણ વાંચો: રોજ સવારે ટોયલેટ જતાં પહેલા ખાલી પેટ ચાવી લો આ પાન, એક જ ઝાટકે પેટની બધી ગંદકી નીકળી જશે, કબજિયાતથી મળશે છુટકારો

વાયુ પ્રદૂષણ અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે છે આ સંબંધ

સંશોધનમાં સાબિત થયું છે કે વાયુ પ્રદૂષણ અને સ્તન કેન્સર વચ્ચેના જોડાણ પર હજુ વધુ સંશોધન કરવાની જરૂર છે. એ વાત પણ જાણવા મળી છે કે કઈ રીતે વાયુ પ્રદૂષણ ભવિષ્યમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે. આપણે આ અંગે વધુ ને વધુ સંશોધન કરવાની જરૂર છે. ‘નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ’ના જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ મુજબ એવા લોકોમાં કેન્સરનું જોખમ 8 ટકા વધી ગયું છે, જે 2.5 ઉચ્ચ PM ધરાવતા વિસ્તારમાં રહે છે. રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે 20 વર્ષના સમયગાળામાં આ રિસર્ચ 5 લાખ મહિલાઓ અને પુરુષો પર કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સરના 15 હજાર 870 કેસ મળી આવ્યા છે.

જાહેરાત

રિપોર્ટ અનુસાર ભારતમાં 1965 થી 1985 વચ્ચે સ્તન કેન્સરમાં 50%નો વધારો થયો છે. 2020 ના ગ્લોબોકેન ડેટા પ્રમાણે ભારતમાં કેન્સરના તમામ કેસોમાં સ્તન કેન્સરનો હિસ્સો 13.5% અને 10.6% છે. એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં સ્તન કેન્સરના મામલાઓ વૈશ્વિક સ્તરે 20 લાખથી વધુનો આંકડો પાર કરે તેવી ધારણા છે.

શું છે બ્રેસ્ટ કેન્સરની લક્ષણો**?**

જાહેરાત

સ્તન કેન્સર અલગ-અલગ લોકોમાં અલગ-અલગ લક્ષણો ધરાવે છે. કેટલાક લોકોમાં શરૂઆતના લક્ષણો બિલકુલ દેખાતા નથી.

આ પણ વાંચો: Recipe: ખાસ મસાલા સાથે 10 મિનિટમાં બનાવો શાહી ભીંડી, ઘરે જ મળશે હોટલ જેવો સ્વાદ

બ્રેસ્ટ કેન્સરની કેટલાક સંકેતો

  • સ્તનમાં અથવા તેની બગલમાં નવો ગઠ્ઠો.

  • સ્તનના કોઈપણ ભાગનું જાડું થવું અથવા સોજો આવવો.

  • સ્તનની ત્વચામાં બળતરા અથવા ખાડો પડવો.

  • સ્તન અથવા સ્તનના નિપલમાં લાલાશ અથવા પરતદાર ત્વચા.

  • સ્તનમાંથી દૂધ સિવાય સ્રાવ, જેમાં લોહી પણ શામેલ હોઈ શકે છે.

  • સ્તનના આકાર અથવા કદમાં ફેરફાર.

  • સ્તનના કોઈપણ ભાગમાં દુખાવો

ડાયાબિટીસમાં કેળા ખવાય? સુગરના દર્દીઓ જાણી લે જવાબ
ડાયાબિટીસમાં કેળા ખવાય? સુગરના દર્દીઓ જાણી લે જવાબ

બ્રેસ્ટમાં ગાંઠનો શું અર્થ છે

સ્તનમાં ગાંઠના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં કેન્સરનો પણ સમાવેશ થાય છે. જો કે દરેક ગાંઠ કેન્સરની હોતી નથી. સ્તનમાં બે પ્રકારની ગાંઠ હોય છે. એક ફાઈબ્રોસિસ્ટીક અને બીજી સિસ્ટ. ફાઈબ્રોસિસ્ટિક ગાંઠ નોન કેન્સરસ હોય છે. આ ગાંઠ નરમ અને પીડારહિત રહે છે. સિસ્ટ ધરાવતી ગાંઠ પ્રવાહીથી ભરેલી હોય છે અને ધીમે ધીમે સ્તનમાં વિકાસ પામે છે.

જાહેરાત

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
  • First Published :
જાહેરાત
જાહેરાત