જાહેરાત
હોમ / ન્યૂઝ / રમત-જગત / Gandhinagar: નેશનલ સ્પોર્ટ્સ દિવસ નિમિત્તે ક્રોસ કંટ્રી દોડ સ્પર્ધા યોજાશે, સ્પર્ધામાં ભાગ લેવા અહી સંપર્ક કરો

Gandhinagar: નેશનલ સ્પોર્ટ્સ દિવસ નિમિત્તે ક્રોસ કંટ્રી દોડ સ્પર્ધા યોજાશે, સ્પર્ધામાં ભાગ લેવા અહી સંપર્ક કરો

પ્રથમ વિજેતાને રૂ.5000, દ્વિતીયને 3000, તૃતીયને 2000 રોકડ સહિત ઇનામો આપશે

પ્રથમ વિજેતાને રૂ.5000, દ્વિતીયને 3000, તૃતીયને 2000 રોકડ સહિત ઇનામો આપશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં તા. 29 ઓગસ્ટના રોજ ક્રોસ કંટ્રી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છેઆ સ્પર્ધામાં ભાઇઓ માટે 10 કિલોમીટર દોડ રહેશે જ્યારે બહેનો માટે 5 કિલોમીટરની દોડ યોજાશે.

  • 1-MIN READ
  • Last Updated :

    Abhishek Barad, Gandhinagar: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સ્કુલ ઓફ ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટસ દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણી નિમિત્તે ગ્રામ્યજનો માટે સમુદાય વિકાસ પહેલ યોજના અંતર્ગત ગ્રામિણ વિસ્તારના ભાઈઓ અને બહેનો માટે ક્રોસ કંટ્રી દોડ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું છે.

    ગાંધીનગરમાં લવાડ ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં તા. 29 ઓગસ્ટના રોજ ક્રોસ કંટ્રી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણી ભાગ રૂપે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાઇઓ માટે 10 કિલોમીટર દોડરહેશે જ્યારે બહેનો માટે 5 કિલોમીટરની દોડ યોજાશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 5000 રૂપિયા રોકડ પુરસ્કાર દ્વિતિય વિજેતા 3000 રૂપિયા રોકડ પુરસ્કાર તૃતિય વિજેતા 2000 રૂપિયા રોકડ પુરસ્કાર અને વિજેતા પુરસ્કાર રૂપે પ્રમાણપત્ર, મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

    જાહેરાત

    આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ 28 ઓગસ્ટએ સ્કુલ ઓફ ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટસ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, લવાડ ખાતે સાંજે 4:00 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ સ્પર્ધા સ્થળનું અશોક સ્તંભ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, લવાડ ખાતે તા. 29 ઓગસ્ટ સવારે 6 કલાક રહેશે.આ સ્પર્ધામાં ની વધુ માહિતી માટે જસ્મિકા સોનીઃ 8780198191, નરેન્દ્રસિંહ ગોહિલઃ 9979454545 સંપર્ક કરી શકો છો. સંપર્ક સમયઃ સવારે 9:00 થી સાંજે 5:00 કલાક રહેશે.

    રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશે

    યુનિવર્સિટીનો હેતુ સુરક્ષા અને પોલીસ માટે શૈક્ષણિક-સંશોધન-તાલીમ ઇકોસિસ્ટમ બનવાનો છે.તેના પ્રયાસો ઉચ્ચ વ્યાવસાયિક સુરક્ષા, પોલીસ શિક્ષણ, સંશોધન અને તાલીમ તેના લાયક નાગરિક અને સુરક્ષા ફેકલ્ટી, પ્રતિબદ્ધ માનવ સંસાધન, પ્રેરિત સહભાગીઓ અને વિદ્યાર્થીઓ, બૌદ્ધિક રીતે ઉત્તેજક અને વ્યાવસાયિક શિસ્તબદ્ધ વાતાવરણ અને વિશ્વવ્યાપી નેટવર્ક, શેરિંગ અને વિનિમય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.તેનો ઉદ્દેશ સમકાલીન અને ભવિષ્યવાદી સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં સુરક્ષા અને વ્યૂહાત્મક શિક્ષણ પ્રદાન કરવાનો છે.

    જાહેરાત

    યુનિવર્સિટી સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રો વચ્ચે ભવ્ય વ્યૂહાત્મક સહકાર સાથે જોડાણમાં ભારતના શાંતિ, સમૃદ્ધ અને સ્થિર વિશ્વના વિઝનમાં ફાળો આપે છે અને વરિષ્ઠ સુરક્ષા, પોલીસ અધિકારીઓ, રાજદ્વારીઓ વચ્ચે વધુ સમજણને પ્રોત્સાહન આપે છે.રાષ્ટ્રના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે નાગરિક સેવકો અને નાગરિકો.તે સુરક્ષા અને વ્યૂહાત્મક સંસ્થાઓ અને દળોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પ્રતિસાદ આપવાની ક્ષમતાઓ હાંસલ કરવા માટે તેના શિક્ષણ, સંશોધન અને તાલીમ અને વિસ્તરણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે-સ્તરનો અભિગમ અપનાવે છે. કાયદો નિર્માણ, શાસન, ન્યાયતંત્ર, અર્થતંત્ર (કૃષિ-ઉત્પાદન-સેવા ક્ષેત્રો) અને નાગરિક સમાજ સંગઠનો તરીકે છે.

    જાહેરાત
    ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
    • First Published :
    જાહેરાત
    જાહેરાત