જાહેરાત
હોમ / ન્યૂઝ / સુરત / સુરતઃ વેપારીઓને છેતરવાની નવી રીત! ટ્રક ચાલકે રૂ.20 લાખથી વધુનો માલ બારોબાર સગેવગે કર્યો

સુરતઃ વેપારીઓને છેતરવાની નવી રીત! ટ્રક ચાલકે રૂ.20 લાખથી વધુનો માલ બારોબાર સગેવગે કર્યો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

સેલવાસ નરોલી ખાતેથી ઓઈલના ડ્રમ ભરી વારાણસી જાય છે જે ટ્રકમાં માલ ભરી મોકલી આપવા કહ્યું હતું.

  • 2-MIN READ
  • Last Updated :

સુરતઃ શહેરના સચીન જીઆઈડીસીમાં (sachin GIDC) આવેલ અંબીકા ઈન્ડસ્ટ્રીઝ અને સેલવાસની કંપની દ્વારા યુપીના (Uttar Pradesh) વારાણસી ખાતે મોકલવામાં આવેલ રૂપિયા ૨૦.૭૪ લાખનો ઓઈલ અને જરીના માલની ટ્રક ચાલકે (truck driver) ડીલેવરી નહી કરી બારોબાર માલને સગેવગે કરી ટ્રક વડોદરા હાઈવે ખાતે આવે હોટલના પાર્કિંગમાં બિનવારસી હાલતમાં મુકી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ટ્રાન્સપોર્ટના મેનેજરની (Transport Manager) ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

જાહેરાત

સુરત ના  ગોડાદરા વૂંદાવન સોસાયટીમાં રહેતા મૂળ યુપીના સંદેશ રાજધર તિવારી (ઉ.વ.૩૦) સારોલી રોયલ ટાઉનશીપ ગલી નં-૪ ગોડાઉન નં બી-૪૧ ખાતે આવેલ માં ગંગાગુર્ડસ કેરીયર નામના ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ટ્રાન્સપોર્ટમાં ભાડાની ટ્રકો મારફતે ઓર્ડર મુજબ માલ ટ્રાન્સપોર્ટ કરે છે. સંદેશભાઈને ગત તા ૨૮મી સપ્ટેમ્બરના રોજ સચીન જીઆઈડીસીમાં આવેલ અંબીકા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીના સુપરવાઈઝર રાજુઍ ફોન કરી તેમની કંપનીનો જરીનો માલ યુપીના વારાણસી ખાતે ટ્રાન્સપોર્ટ કરવાનો ઓર્ડર આપ્યો હતો.

જેથી સંદેશભાઈની કંપની દ્વારા નવસારી ખાતે સાહીર ટ્રાન્સપોર્ટના નામે ધંધો કરતા સાજીદને ફોન કરી વારાણસી ખાતે કોઈ ટ્રાન્સપોર્ટની ટ્રક જતી હોય તો જાણ કરવા માટે કહેતા તેઓઍ ફોન કરી ટાટા કંપનીનો ટ્રક સેલવાસ નરોલી ખાતેથી ઓઈલના ડ્રમ ભરી વારાણસી જાય છે જે ટ્રકમાં માલ ભરી મોકલી આપવા કહ્યું હતું.

આ પણ વાંચોઃ- આણંદઃ પ્રેરણા રૂપ કહાની! લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રીએ છોડી શિક્ષિકાની નોકરી, શરુ કર્યો પશુપાલનનો ધંધો, કરે છે લાખોની કમાણી

જાહેરાત

ત્યારબાદ સાંજે ટ્રક ડ્રાઈવર તાજુબઅલી નસરૂદીન પઠાણે સેલવાસની નારોલીના ગાંધાર ઓઈલ રીફાઈનરી લી, કંપનીમાંથી ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીધઝમાં વપરાતા ઓઈલ ભરેલ પ્લાસ્ટીકના ડ્રમ નંગ-૯૦ જેની કિંમત રૂપિયા ૧૪,૯૧,૦૪૮ ભરી સચીન જીઆઈડીસી ખાતે આવી અંબીકા ઈન્ડસ્ટ્રીઝ કંપનીના સાડીમાં લગાવવાની જરી ભરે કાર્ટુન નંગ-૧૦૩ જેનું વજન ૪ ટન ૧૨૦ ક્રિ,ગ્રા અને કિંમત રૂપિયા ૫,૮૩,૫૫૦ થાય છે જે માલ ટ્રકમાં ભરીને રવાના કર્યો હતો.

જાહેરાત

આ પણ વાંચોઃ- સુરતઃ ‘મેં ઝેરી દવા પી લીધી છે, મારે જીવવું છે,’ coronaમાં બેકાર બનેલા મેકઅપ મેનનો આપઘાત

આ પણ વાંચોઃ- યુવતી કુંવારી છે તો ગર્ભપાતના રૂ.10,000 થશે’, મહિલા ડોક્ટરની કરતૂત કેમેરામાં થઈ કેદ, વીડિયો વાયરલ થયો

દરમિયાન બીજા દિવસે ઍટલે કે ૨૯મીના રોજ સાંજે તાજુબઅલીઍ ફોન કરી પોતે વારાણસી જવા માટે કડોદરાથી રવાના થયો હોવાની વાત કરી હતી અને ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી સંદેશભાઈને શંકા જતા ટ્રક મોકલનાર સાજીદને ફોન કરતા તેઓઍ બીજા દિવસે ટ્રક કરજણ ટોલ ટેક્ષથી વડોદરા તરફ હાઈવે ઉપર આવેલ શિવદર્સન હોટલના પાર્કિંગમાં હોવાની વાત કરતી સંદેશભાઈ ત્યાં પહોચી જતા ટ્રક બિનવારસી હાલતમાં મળી આવી હતી.

જાહેરાત

પરંતુ ટ્રકમાં ઓઈલના ડ્રમ કે જરીના કાર્ટુન ન હતા અને ડ્રાઈવર તાજુબઅલી પઠાણ પણ ન હતો. તાજુબઅલી પઠાણે ડીલીવરી કરવા માટે આપેલ રૂપિયા ૧૪,૯૧,૦૪૯ના ઓઈલનો માલ અને રૂપિયા ૫,૮૩,૫૫૦નો જરીનો માલની ડીલવેરી નહી કરી બારોબાર માલ વેચી છેતરપિંડી કરી નાસી ગયો હોવાનું બહાર આવતા ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
  • First Published :
જાહેરાત
જાહેરાત