Nojoto: Largest Storytelling Platform

બહુ રડી લીધું હસતા હસતા, હવે રડ્યા વગર હસવું છે બહ

બહુ રડી લીધું હસતા હસતા, હવે રડ્યા વગર હસવું છે
બહુ આપી લોકોને આત્મીયતા, હવે મારે મારામાં વસવું છે
લોકોની વાતોનું પીતો ગયો ઝેર, હવે મારા વિચારોનું અમૃત પીવું છે
મરી પડ્યો અઢળક લોકો માટે, હવે મારે મારી માટે જીવવું છે
સાચા પ્રેમની અહીં કોઈ કિંમત નથી, 
ને એવું મો પર કહેવાની કોઈની હિંમત નથી
થીગડે પડેલા પ્રેમને મારે પૂરા દિલથી સીવવું છે

રોબોટ જેવું જીવન થઈ ગયું છે, દૂનિયા નચાવે એમ નાચું છું
ઘમંડીઓને ભાવ આપતા આપતા સમજાયું, હું પોતે જ સસ્તો રાચું છું
બસ બહું થયા નખરા, હવે "ધ્રુવ" બનીને ચમકતા શીખવું છે
છોડી દૂનિયાની ઢોંગી-ખોટી લપ, હવે મારે મારી માટે જીવવું છે