Nojoto: Largest Storytelling Platform

ગઝલ - તમાચો 🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐 તૂટે એકવાર તો સ

ગઝલ - તમાચો
🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐
તૂટે એકવાર તો સહેલાઈથી જોડી શકાશે નહિ.
તમે ચાહો છતાં સંબંધ એ તોડી શકાશે નહિ.

ગણો ઈશ્વર તમે પત્થર કે પત્થરને ગણો ઈશ્વર,
અરે ! શ્રદ્ધા વગર શ્રીફળ કદી ફોડી શકાશે નહિ.

શરીરમાં પ્રાણ છે ત્યાં લગ તમે મંઝિલ સુધી પહોંચો,
મરણને બાદ તો ચાહો છતાં દોડી શકાશે નહિ.

કદાચિત ત્યાગ કરશો કે કદાચિત દૂર થઈ જાશો,
પરંતુ દિલથી એને તો કદી છોડી શકાશે નહિ.

કોઈ પોતાની મા ને આમ તો ડાકણ નથી કહેતું,
તમાચો કંઇ સ્વજનને ગાલ પર ચોડી શકાશે નહિ.
🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐
દીપકસિંહ સોલંકી "દીપ" ઉમરેઠ આણંદ ગઝલ - તમાચો
દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ

ગઝલ - તમાચો દીપક સિંહ સોલંકી દીપ ઉમરેઠ આણંદ #poem