#gujaratipoetry #mygazal #tarhigazal

છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ.
પ્રેમ ભીતરમાં વહે તો દિલ પલળવું જોઈએ.

જે નયન શમણાં સજે છે ઊડવાને આભમાં.
હાથપગ ને દિલ દિમાગે, એજ કળવું જોઈએ.

સાવ પોકળ મન હશે જો સ્વાર્થના સગપણ મહીં
રાખવું ના આશ કે સંબંધ ફળવું જોઈએ.

છીછરા તળની નથી કો’ વાત જીવન સાગરે,
સ્નેહ ઢાળે તો સહજતાથી જ ઢળવું જોઈએ.

સૌ અહીં રાખે હિસાબો જીંદગીભર કામના,
આપણાં કર્મો તણો પણ તાગ મળવું જોઈએ.

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
-સુરત.

Leave a comment