મસાની સમસ્યાથી પીડાનારા આ પોસ્ટ ખાસ વાંચે, જડમૂળથી દૂર કરવા અપનાવો આ પ્રાકૃતિક ઘરેલુ ઉપાય

શું તમારી ત્વચા પર પણ નાના કે મોટા મસા ઉભરી આવ્યા છે. જો તમે મસાને જડમૂળથી હટાવી દેવા માગો છો. તો કોઈ પ્રાકૃતિક ઉપાય સૌથી શ્રેષ્ઠ રહેશે. જેથી તમારી ત્વચા પર કોઈ પણ પ્રકારની ખરાબ અસર ન થાય. આવો જાણીએ આવા જ કેટલાક પ્રાકૃતિક ઘરેલુ ઉપાય. સફરજનનો સિરકો : સફરજનનો સરકો મસાને જડમૂળથી ખતમ કરવા […]

મસાની સમસ્યાથી પીડાનારા આ પોસ્ટ ખાસ વાંચે, જડમૂળથી દૂર કરવા અપનાવો આ પ્રાકૃતિક ઘરેલુ ઉપાય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 28, 2020 | 2:07 PM

શું તમારી ત્વચા પર પણ નાના કે મોટા મસા ઉભરી આવ્યા છે. જો તમે મસાને જડમૂળથી હટાવી દેવા માગો છો. તો કોઈ પ્રાકૃતિક ઉપાય સૌથી શ્રેષ્ઠ રહેશે. જેથી તમારી ત્વચા પર કોઈ પણ પ્રકારની ખરાબ અસર ન થાય. આવો જાણીએ આવા જ કેટલાક પ્રાકૃતિક ઘરેલુ ઉપાય.

સફરજનનો સિરકો : સફરજનનો સરકો મસાને જડમૂળથી ખતમ કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તેને રોજ ઓછામાં ઓછું ત્રણ વાર મસા પર લગાવો, અને ઉપરથી રૂ ચીપકાવી દો. થોડાક દિવસોમાં મસાનો રંગ ડાર્ક થઈ જશે અને તેની ત્વચા સૂકી થઈ નીકળી જશે. જો તેને લગાવ્યા પછી પણ તમને કોઈ પરેશાની થાય છે તો તમે એલોવેરા જેલ લગાવી શકો છો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

લસણની કળીઓને છોલીને કાપી લો અને તેને મસા પર ઘસો અથવા તો તેનું પેસ્ટ બનાવીને મસા પર લગાવો. આવું કરવાથી થોડાક જ દિવસોમાં મસા જડમૂળમાંથી નીકળી જશે. લીંબુના રસમાં રૂ પલાળીને મસા પર લગાવાથી પણ ફાયદો થશે.

બટાકાનો રસ લગાવો અથવા તો બટાકાને કાપીને મસા પર ઘસવાનો પણ એક સારો વિકલ્પ છે. વણજોઈતા મસાથી છુટકારો મેળવવા માટે તમે ઈચ્છો તો બટાકાનો રસ રાત ભર મસા પર લગાવીને રાખી શકો છો .

બેકિંગ સોડાનો ઉપયોગ પણ ત્વચાની ઘણી સમસ્યા માટે કરવામાં આવે છે. મસાને હટાવવા માટે બેકિંગ સોડા અને એરંડીનું તેલ ભેળવીને મસા પર લગાવો. થોડા દિવસમાં ફરક દેખાશે. અનાનસનો રસ, ફ્લાવરનો રસ, મધ અથવા કાંદાનો રસ નો પ્રયોગ પણ મસા ને નાશ કરવામાં ઉપયોગ કરી શકાય છે.

નોંધ- મસાની આ સમસ્યા માટે તજજ્ઞ તબીબની સલાહ લેવી આવશ્યક છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">