કોરોના વાઇરસનો ફેલાવો તમારા ધંધાપાણીને પણ અસર કરી રહ્યો છે?

જેમ્સ બૉન્ડનો સીન

ઇમેજ સ્રોત, UNIVERSAL

ઇમેજ કૅપ્શન, જેમ્સ બૉન્ડની નવી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'ની રિલીઝ નવેમ્બર સુધી રોકી દેવામાં આવી છે

જો 007 જેમ્સ બૉન્ડ પણ થોડા મહિના માટે વિરામ લઈ રહ્યા હોય તો કોરોના વાઇરસથી થનારા વ્યાપારી નુકસાનનું જોખમ ઉઠાવતા લોકો માટે શું આશા બચી છે?

જેમ્સ બૉન્ડની નવી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ'ની રિલીઝ નવેમ્બર સુધી રોકવામાં આવી છે. એ સમયે ફિલ્મ વધુ નફો રળશે અને વિતરકો ત્યાં સુધી રાહ જોશે એવી આશા છે.

અલબત્ત, દરેક વ્યક્તિ માટે પરિસ્થિતિ સમાન નથી. અનેક લોકો માટે આ મુશ્કેલીનો સમય છે.

ફ્લાઇબી ઍરલાઇન્સ કંપની તાજેતરમાં બંધ થઈ ગઈ હતી. કોરોનાનો શિકાર થયેલી કદાચ આ પહેલી કંપની છે.

તેનાં કારણો પણ છે. ફ્લાઇબીની આર્થિક હાલત તો પહેલેથી જ ખરાબ હતી અને ઉડ્ડયનક્ષેત્ર ઘણા સમયથી મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે.

line

ઉડ્ડયન ક્ષેત્ર

વિમાની કંપની ફ્લાઇબી ઍરલાઇન્સ બંધ થઈ ગઈ છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વિમાની કંપની ફ્લાઇબી ઍરલાઇન્સ બંધ થઈ ગઈ છે

ફ્લાઇબી પછી મોટા સમાચાર લુફ્તાંસા તરફથી આવ્યા છે. લુફ્તાંસાએ જણાવ્યું છે કે તે આગામી સપ્તાહોમાં તેની ફ્લાઇટ્સની સંખ્યામાં 50 ટકા ઘટાડાની યોજના બનાવી રહી છે.

જર્મનીની કંપની લુફ્તાંસા તેના રોકાણકારોને પોતાના નાણાકીય પરિણામ બાબતે હાલ કશું જણાવી શકવાની સ્થિતિમાં નથી.

ગત સપ્તાહે દુનિયાભરનાં શૅરબજારો ગબડી રહ્યાં હતાં ત્યારે લાંબા અંતરની વિમાન સેવા આપતી ઍરલાઇન નૉર્વેજિયનના શૅરના ભાવમાં પણ 21 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

ઍરલાઇન કંપનીઓ માટે હાલ એક જ સમાચાર સારા છે. તે એ છે કે ઑઈલના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે ઑઈલ ઉત્પાદક દેશો વચ્ચે ઉત્પાદનમાં ઘટાડા બાબતે સહમતી સાધી શકાઈ નથી.

એ કારણે ઑઈલની કિંમતમાં એક દિવસમાં 10 ટકા સુધીનો ઘટાડો થયો છે, પણ ઉડ્ડયન ઉદ્યોગ, પ્રવાસન તથા મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલો છે.

આ બન્ને ક્ષેત્ર ખાસ કરીને કોરોના વાઇરસને લીધે માગમાં ઘટાડાના સંકટનો સામનો કરી રહ્યાં છે. બિઝનેસની દુનિયામાં આ સમય મોટાં પ્રવાસી વિમાનો ચલાવવાનો પણ નથી.

જેમ્સ બૉન્ડની બ્લૉકબસ્ટર ફિલ્મો રિલીઝ નહીં થાય અને લોકો ચેપ લાગવાના ભયથી સિનેમાઘરોમાં જવાનું ટાળશે, તો થિયેટર માલિકોએ પણ સંકટનો સામનો કરવો પડશે.

line

નુકસાનની ચેતવણી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ફ્લાઇબી ઍરલાઇનનું નુકસાન દર્શાવે છે કે બહાદુર લોકો માટે ખરાબ સમય પણ અવસર જેવો હોય છે.

લૉગન ઍર નામની એક ઉડ્ડયન કંપની હવે વધુ નફાકારક રૂટ્સ અને કર્મચારીઓની પસંદગી કરી રહી છે. કોરોના કટોકટીના અંત બાદ એ વધારે મજબૂત સ્થિતિમાં હશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોરોનાનો અલગઅલગ સૅક્ટર પર અલગઅલગ પ્રભાવ પડશે. મુશ્કેલી ભલે ગમે તેટલી હોય, પણ આપણે કરિયાણું અને બીજી જીવનજરૂરી ચીજો ખરીદવાના જ.

હા, લોકો દુકાને જઈને ચીજો ખરીદવાને બદલે ઑનલાઇન શૉપિંગ વધારે કરે એ શક્ય છે.

જોકે, કર્મચારીઓને પાછા મોકલવામાં આવી રહ્યા હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે અને માગ સંતોષાશે નહીં તો તેની અસર ચુકવણી પર પણ થશે.

લોકો પોતાના ખર્ચમાં અચાનક ઘટાડો કરશે તો ધીમેધીમે તેની અસર આંતરરાષ્ટ્રીય કંપનીઓના રોકાણ પર થશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સંકળાયેલા સંગઠન યુએનસીટીએડીએ જણાવ્યું છે કે સૌથી મોટી 100 આંતરરાષ્ટ્રીય કંપનીઓ પૈકીની 42 કંપનીઓએ 'પ્રૉફિટ વૉર્નિંગ' આપી છે.

આ બધું બૅન્કો માટે પણ ફાયદાકારક નથી અને ચિંતાજનક છે.

ટેક્સમાં રાહત

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

હવે સવાલ એ છે કે દુનિયાભરની સરકારો આ બાબતે શું કરી શકે? કોરોના જેવી કટોકટી દરમિયાન આરોગ્ય સેવાઓ આપવામાં બહુ ખર્ચ થાય છે તેમાં કોઈ શંકા નથી.

જે દેશોમાં આરોગ્ય સુવિધાઓનો અભાવ છે એ દેશોની મદદના પ્રયાસ આંતરરાષ્ટ્રીયસ્તરે જી-7 સંગઠનથી માંડીને ઇન્ટનેશનલ મૉનિટરી ફંડ સુધીના બધા કરી રહ્યા છે.

મદદ કરનારા દેશો માટે ચેતવણી સ્પષ્ટ છે : શ્રીમંત હોવું એક રોગચાળાથી બચી જવાની કોઈ ગૅરંટી નથી. તમારા દેશના ગરીબો કે દૂરના દેશોના ગરીબોને કોઈ મદદ નહીં મળે અને તેમને આ જ રીતે ચેપ લાગતો રહેશે, તો શ્રીમંતો માટે પણ એટલું જ જોખમ સર્જાશે.

તમે અબજોપતિ હશો તો પણ માત્ર રૂપિયા તમને કોવિડ-1થી બચાવી નહીં શકે.

તેથી કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે સંસ્થાઓની મદદ કરવામાં આવે એ જરૂરી છે.

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે ગત સપ્તાહે જણાવ્યું હતું કે ફ્રાન્સ, જપાન અને કોરિયામાં, જે કર્મચારીઓ પર બાળકોની જવાબદારી છે તેમને મદદ કરવામાં આવી રહી છે.

line

વિશ્વાસનો સંબંધ

દવા છાંટતા સૈનિક

ઇમેજ સ્રોત, EPA

ગ્લૉબલ કાઉન્સિલ કન્સલ્ટન્સીના ગ્રેગર ઈરવિનનું કહેવું છે કે કોરોના કટોકટી સરકારોની પરીક્ષા છે.

ઈરવિન માને છે કે સરકારો આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે તેના આધારે લોકોનો સરકારો પરનો વિશ્વાસ વધશે કે ઊઠી જશે.

આગામી સમયમાં માગમાં અને ભાવમાં ઘટાડો જોવા મળશે, પણ પછી બધું પૂર્વવત્ થઈ જશે.

લોકોની સરકારો પાસેની અપેક્ષા કઈ રીતે વધી રહી છે એ આપણી નજર સામે છે. આપણે હવે કામ કરવાની નવી રીતો શોધવાની જરૂર છે.

દાખલા તરીકે, વર્ક ફ્રોમ હોમ - ઘરેથી કામ કરવાની સુવિધા. સંક્રમણ દરમિયાન લોકો પ્રવાસ ઓછો કરી રહ્યા છે. તેથી પ્રવાસને બદલે વીડિયો કૉન્ફરન્સિંગથી કામ ચલાવી શકાય છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો