ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતને વધી રહેલું સમર્થન યોગી આદિત્યનાથ સરકારને મુશ્કેલીમાં મૂકશે?

  • સરોજ સિંહ
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી
રાકેશ ટિકૈત

ઇમેજ સ્રોત, Getty Images

"જે લોકો પાછલા બે દિવસોમાં પોતાના ગામડે પાછા ફર્યા છે અને પોતાનું ટ્રૅક્ટર ત્યાં ખડું કર્યું છે, ગામની મહિલાઓએ તેમની સામે ચૂડીઓ ફેંકી છે. તેઓ ઘરના પુરુષોને કહી રહી છે, બંગડી પહેરી લો, અહીં બેઠા છો, તમારા નેતા ત્યાં બેઠા છે, તમારે ત્યાં તેમની પાસે જવું જોઈએ."

28-29 જાન્યુઆરીની રાત્રે લગભગ 1.30 વાગ્યે, ગાઝીપુર બૉર્ડર પર ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા એક ખેડૂતે પોતાના નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં આ વાત કહી.

ગુરુવારેની સવારે જ તેઓ કોઈ કામના કારણે પોતાના ગામડે પહોંચ્યા હતા. પરંતુ મોબાઇલ પર રાકેશ ટિકૈતનો વાઇરલ વીડિયો જોઈને તેઓ ફરી વાર ગાઝીપુર ધરણાં પર પરત ફર્યા.

28 જાન્યુઆરીની સવારે લાગી રહ્યું કે જાણે ધીમેધીમે ગાઝીપુરનું ધરણાંસ્થળ ખાલી થવાનું છે. પરંતુ રાકેશ ટિકૈતની એક ભાવનાત્મક વીડિયો અપીલે જાણે કે આખી બાજી જ પલટી નાખી.

મોડી રાત સુધી ગાઝીપુર બૉર્ડર પર ફરી વાર ખેડૂતોનું આવવાનું શરૂ થઈ ગયું અને 29 તારીખે સવારે 26 જાન્યુઆરીના રોજ દેખાઈ હતી તેવી ભીડ જોવા મળી.

એવું લાગી રહ્યું છે કે જાણે અલગઅલગ સીમા પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનું કેન્દ્ર હવે ધીમેધીમે સિંઘુ બૉર્ડર અને ટિકરી બૉર્ડરથી શિફ્ટ થઈને ગાઝીપુર બૉર્ડર પર શિફ્ટ થઈ રહ્યું હોય.

મુઝફ્ફરનગરમાં થયેલી પંચાયતની તસવીરો પણ રાકેશ ટિકૈત અને ખેડૂત આંદોલનના વધતા સમર્થન તરફ ઇશારો કરે છે.

બાકી રહેલી કસર ઉત્તર પ્રદેશમાં સક્રિય રાજકીય પક્ષોએ પૂરી કરી દીધી.

line

રાજકીય પક્ષોનું ખેડૂત આંદોલનને સમર્થન

ખેડૂતોની દિલ્હી કૂચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખેડૂતોની દિલ્હી કૂચ

રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી 29 તારીખની સવારે ગાઝીપુર બૉર્ડર પહોંચ્યા.

ત્યાં પહોંચીને તેમણે કહ્યું, "હું એક નાગરિક તરીકે અહીં આવ્યો છું. જે વર્ગ માટે ચૌધરી ચરણ સિંહે પોતાના જીવનમાં સંઘર્ષ કર્યો, આજે એ વર્ગ સંકટમાં છે. અમારો પક્ષ ખેડૂતોનો પક્ષ રહ્યો છે."

નોંધનીય વાત એ છે કે 26 જાન્યુઆરી પહેલાં આ જ ખેડૂત નેતા કૉંગ્રેસના મોટા નેતાઓને આંદોલનમાં સામેલ નહોતા થવા દઈ રહ્યા.

બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતીએ સંસદના બજેટસત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનના બહિષ્કારનો નિર્ણય લીધો.

બદલો Twitter કન્ટેન્ટ, 1
Twitter કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Twitter દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Twitter કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે રાકેશ ટિકૈતની વિનંતી પર દિલ્હી સરકાર તરફથી ખેડૂતો માટે પાણી અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે.

બદલો Twitter કન્ટેન્ટ, 2
Twitter કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Twitter દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Twitter કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 2

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં જે રાજ્યોમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તેમાં ઉત્તર પ્રદેશ પણ છે.

આ સિલસિલામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કેવી રીતે પાછળ રહે. તેમણે પણ રાકેશ ટિકૈત સાથે ફોન પર વાત કરી અને ખેડૂતો સાથે ઊભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

બદલો Twitter કન્ટેન્ટ, 3
Twitter કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Twitter દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Twitter કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 3

પ્રિયંકા ગાંધીએ ગુરુવારે જ ખેડૂતોના સમર્થનમાં મોડી રાત્રે બે ટ્વીટ કર્યાં અને ભાજપ પર નિશાન સાધ્યું.

બદલો Twitter કન્ટેન્ટ, 4
Twitter કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Twitter દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Twitter કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 4

ઉત્તર પ્રદેશની રાજકીય પાર્ટીઓની ખેડૂત આંદોલનમાં સક્રિયતાનું એક કારણ વર્ષ 2022ની શરૂઆતમાં થનારી વિધાનસભાની ચૂંટણી પણ ગણાવાઈ રહ્યું છે.

રાકેશ ટિકૈત જાટ ખેડૂતનેતા તરીકે ઓળખ ધરાવે છે. ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આવા જાટ ખેડૂતોની સંખ્યા વધુ છે અને ત્યાં હારજીત નક્કી કરવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

line

પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ કોની સાથે?

રાકેશ ટિકૈત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાકેશ ટિકૈત

સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઇટીઝ (CSDS)માં પ્રોફેસર સંજય કુમાર કહે છે, "પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 44 વિધાનસભા બેઠકો છે. 2017માં વિધાનસભા ચૂંઠણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં 41 ટકા વોટ મળ્યા હતા. પરંતુ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સરેરાશ કરતાં વધુ 43-44 ટકા વોટ ભાજપને મળ્યા."

"2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 50 ટકા કરતાં વધુ વોટ મળ્યા હતા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં ભાજપને 52 ટકા વોટ મળ્યા હતા."

"કંઈક આવું જ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ થયું હતું. સમગ્ર ઉત્તર પ્રદેશમાં જ્યાં ભાજપને 42 ટકા વોટ મળ્યા હતા, તેની સામે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 50 ટકા વોટ મળ્યા હતા."

તેનો અર્થ સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારોની સરખામણીએ ભાજપને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વધુ વોટ મળતા રહ્યા છે.

line

ભાજપને કેટલો લાભ કેટલું નુકસાન?

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, ANI

પશ્ચિમ ઉત્તર પ્રદેશને 'જાટ બેલ્ટ' કહેવાય છે. તે એક જાટ બહુમતીવાળો વિસ્તાર છે. અહીં જાટ લોકો જે પ્રકારે વોટ કરે છે તેનું ઘણું મહત્ત્વ માનવામાં આવે છે.

રાકેશ ટિકૈતને મોટા જાટ ખેડૂતનેતા માનવામાં આવે છે. તેઓ બે વખત ચૂંટણીમેદાનમાં પણ ઝંપલાવી ચૂક્યા છે.

એક વખત વિધાનસભામાં અને એક વખત લોકસભામાં પણ. પરંતુ તેમને બંને વખત હાર જ મળી છે.

Ruralvoice.inના સંપાદક હરવીર સિંહ પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે. તેઓ ઘણા સમયથી પત્રકારત્વ કરી રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "2013માં મુઝફ્ફનગર તોફાનો બાદ ભાજપને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ લોકોનું ભારે સમર્થન મળ્યું. આ કારણે ભાજપ આ વિસ્તારમાં મજબૂત બન્યો અને અહીંથી તેમના સાંસદો ચૂંટાઈ આવ્યા."

"અજિતસિંહ જેવા નેતા ચૂંટણી હારી ગયા અને સંજીવ બાલયાન ભારે મતો સાથે ચૂંટણી જિત્યા અને મંત્રી બન્યા. ત્યારે રાકેશ ટિકૈત પણ અમરોહાથી ચૂંટણી લડ્યા હતા. રાજકીય રીતે જોઈએ તો રાકેશ ટિકૈત ક્યારેય ચૂંટણી નથી જિત્યા."

વર્ષ 2018 ઑક્ટોબરમાં ભારતીય કિસાન યુનિયને દિલ્હી સુધી માર્ચ કરી હતી. ત્યારબાદ તેમના પર આરોપ લાગ્યો કે તેમણે સરકાર સાથે સમજૂતી કરી તેથી તેમની પ્રભાવ ઓછો થયો હતો.

આ વખત ખેડૂત આંદોલનની શરૂઆતમાં રાકેશ ટિકૈતના નેતૃત્વવાળું ભારતીય કિસાન યુનિયન સંયુક્ત મોરચાનો ભાગ નહોતી. પરંતુ બાદમાં તેઓ તેનો ભાગ બન્યા.

પહેલાં ખેડૂતો તેમની સાથે આવ્યા અને ધીરેધીરે તેમનો મોરચો મજબૂત બનતો ગયો.

પશ્વિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોમાં ધીમેધીમે ગુસ્સો ભરાઈ રહ્યો હતો. ત્યાં શેરડીનો પાક વધુ લેવાય છે. શેરડીની યોગ્ય કિંમતો નહોતી મળી રહી. વીજળીની કિંમતો પણ સતત વધતી જતી હતી.

"આ કારણે પાછલા અમુક મહિનામાં રાકેશ ટિકૈતનું સમર્થન વધ્યું અને ભાજપનું ઘટ્યું. પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ ખેડૂત ભાજપથી અત્યંત નારાજ છે."

line

પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને શેરડીની ખેતી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા ભાગના ખેડૂતો શેરડીનો પાક લે છે.

ખરેખર જ્યારે નવા કૃષિકાયદાઓનો વિરોધ શરૂ થયો ત્યારે નેતૃત્વ પંજાબ અને હરિયાણાના ખેડૂતોના હાથમાં રહ્યું. કેન્દ્ર સરકાર પણ આવું જ વિચારી રહી હતી.

જ્યારે અકાલી દળે NDAથી અલગ થવાની વાત કરી, ત્યારે ભાજપને વધુ ચિંતા ન થઈ. પંજાબમાં ભાજપ પાસ ગુમાવવા માટે વધુ નહોતું.

પંજાબમાં ભાજપ હંમેશાં નાના ભાઈના રોલમાં અકાલી દળને મોટા ભાઈ માનીને જ ચૂંટણીમેદાનમાં ઊતર્યો છે. તેથી નેરેટિવ એવું તૈયાર થયું કે ઘઉં અને ચોખાની ખેતી કરનારા ખેડૂતો જ નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉત્તર પ્રદેશમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો શરૂઆતમાં આ વાતથી નારાજ પણ હતા.

ધીમેધીમે આ વિરોધ દેશના અન્ય ભાગો સુધી પહોંચ્યો અને ઉત્તર પ્રદેશમાં પણ પ્રસર્યો. પછી ગયા વર્ષે ડિસેમ્બર માસમાં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 3500 કરોડ રૂપિયાના રાહત પૅકેજની જાહેરાત કરી.

પરંતુ હરવીર સિંહ કહે છે કે, "શેરડીના ખેડૂતોને મળેલા રાહત પૅકેજ છતાં શેરડીના ખેડૂતો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં નારાજ છે. કેન્દ્ર સરકારે પોતાનું ઘરકામ સારી રીતે નથી કર્યું."

"પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રોજી-રોટી શેરડીના પાક સાથે સંકળાયેલી છે. ત્રણ વર્ષથી શેરડીની કિંમતમાં વધારો નથી થયો. આ સિઝનમાં પણ અત્યાર સુધી ભાવની જાહેરાત નથી થઈ. આ સિઝન ઑક્ટોબરમાં શરૂ થઈ ચૂકી છે."

"અત્યારે જે ખેડૂતો શેરડી વેચી રહ્યા છે. તેમની પરચી પર ભાવના સ્થાને શૂન્ય જ લખાઈ રહ્યું છે. રાજ્ય સરકાર તરફથી ભાવની રાહ જોવાઈ રહી છે. કેટલાક મિલમાલિકોએ પાછલા વર્ષના ભાવના આધારે જ ખેડૂતોને પૈસા આપવાનું શરૂ કરી દીધું છે."

"તેથી રાકેશ ટિકૈતનું સમર્થન વધ્યું છે. શેરડીના ખેડૂતોએ પોતાની જાતને કૉન્ટ્રેક્ટ ફાર્મિગવાળા બિલ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું."

"તેથી તેમને લાગ્યું કે નવા કાયદામાં તેમને વધુ નુકસાન થશે. હવે વાત રહી રાહત પૅકેજની તો તે ખાંડના નિકાસ માટે હતો, જેનો સીધો લાભ મિલમાલિકોને થશે. ખેડૂતોના હાથમાં કેટલું આવશે, ક્યારે આવશે તેની કોઈ ગૅરંટી નથી."

line

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી હજી દૂર છે

ટ્વિટર

ઇમેજ સ્રોત, TWITTER/AMIT SHAH

વરિષ્ઠ પત્રકાર સુનીતા એરૉન જણાવે છે કે, "ઉત્તર પ્રદેશમાં ખેડૂતો મોટી સંખ્યામાં છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ ખેડૂતોની સંખ્યા મોટી છે."

"20-22 વિધાનસભાની બેઠકો પર તેમના મત નિર્ણાયક હોય છે. તેથી આવી પરિસ્થિતિમાં વિપક્ષ ખેડૂતોના ગુસ્સાનો લાભ લેવા માટે પ્રયત્ન કરશે. પરંતુ 2022ની ચૂંટણી હજુ ઘણી દૂર છે."

"તેની પહેલાં સરકાર ખેડૂતોના હિતમાં ઘણાં પગલાં લઈ શકે છે, મુદ્દા ખતમ થઈ શકે છે. રાકેશ ટિકૈતની ભાવનાત્મક અપીલની થોડી અસર રહી શકે છે."

"ઉત્તર પ્રદેશની જેટલી ચૂંટણીઓ મેં કવર કરી છે, તે ચૂંટણીઓ એક વર્ષ જૂના મુદ્દે નથી લડાઈ. એ સમયે જે મુદ્દો ગરમ હોય છે તેના પર જ ચૂંટણી લડવામાં આવે છે."

તેઓ કહે છે, "2022 સુધી રામમંદિરનું નિર્માણ પણ એક મુદ્દો હોઈ શકે છે. ઘરેઘરે જઈને, રામમંદિરના નામે ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે. આ વાત પણ આવનારી ચૂંટણીમાં એક મોટી ભૂમિકા ભજવશે."

"આજની તારીખમાં એવું કહેવું કે ખેડૂત આંદોલનથી વિપક્ષને ફાયદો થશે અને સત્તા પક્ષને નુકસાન તે ખોટું ઠરશે."

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ કહે છે કે રાકેશ ટિકૈતનું સમર્થન બહુ મોટું નથી. તેઓ બે ચૂંટણી લડી ચૂક્યા છે અને બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

તેઓ આગળ કહે છે કે, "બીજી વાત એ છે કે સરકાર ખેડૂતોનો વિરોધ તો નથી જ કરી રહી. ભાજપ પણ વાતચીત થકી સમાધાન શોધવાની વાત કરી રહ્યો છે."

તેઓ એવું પણ કહે છે કે લડાઈ એ વાતની છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટોના નેતા કોણ? અજિતસિંહ એવું ક્યારેય નહીં ઇચ્છે કે રાકેશ ટિકૈત જાટોના નેતા બની જાય.

જયંત ચૌધરી ભલે ત્યાં પહોંચ્યા હોય. પરંતુ હાલ તે દેખાડા પૂરતું રાજકારણ છે. દેખાડા માટે તો નરેશ ટિકૈત પણ પહોંચી શકે છે.

ગુરુવારે રાકેશ ટિકૈતના ભાઈ નરેશ ટિકૈતે તેમના સમર્થનમાં ટ્વીટ પણ કર્યું. પરંતુ તેનાથી એવું સમજવાની ભૂલ ન કરશો કે બંને ભાઈ સાથે છે.

પ્રદીપ સિંહ રાકેશ ટિકૈતની ભાવનાત્મક અપીલને ધરપકડની બીક સાથે જોડે છે.

તેઓ કહે છે કે, "રાકેશ ટિકૈતને ડર હતો કે ક્યાંક પોલીસ તેમની ધરપકડ ન કરી લે. રાકેશ ટિકૈતને પહેલાં લાગી રહ્યું હતું કે ધરણાં ખતમ થયા બાદ તેઓ પોતાના ઘરે જઈ શકશે. પછી ખબર પડી કે FIR થઈ ચૂકી છે તેથી ધરપકડ થશે."

line

રાકેશ ટિકૈત વિરુદ્ધ નરેશ ટિકૈત

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પરંતુ હરવીર સિંહ પ્રદીપ સિંહની વાત સાથે સંમત નથી થતા.

તેમના પ્રમાણે રાકેશ ટિકૈત અને નરેશ ટિકૈત વચ્ચે ઘરમાં કોઈ મતભેદ નથી.

નરેશ ટિકૈતે ગુરુવારે બપોરે એક નાની પંચાયત કરીને નિવેદન આપ્યં હતું કે જો ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોને પાણી અને અન્ય સુવિધાઓ નથી મળતી તો પછી તેઓ પાછા ફરે. ત્યારબાદ રાકેશ ટિકૈતનું ભાવનાત્મક નિવેદન સામે આવ્યું કે તેઓ પોતાના લોકોને આવી હાલતમાં મૂકીને નહીં જાય.

હરવીર સિંહ કહે છે કે "બંને નિવેદનોને એકમેક સાથે જોડીને ન જોવાં જોઈએ. બંને નિવેદનોના સમયમાં ફરક છે અને પરિસ્થિતિઓ પણ અલગ છે."

"બીજું નિવેદન પોલીસની વધતી હાજરી બાદ રાકેશ ટિકૈતે આપ્યું હતું. ત્યારબાદ નરેશ ટિકૈતે રાકેશ ટિકૈતનું સમર્થન કર્યું."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો