લિવરમાં ફેટનું પ્રમાણ સંતુલિત કરશે ત્રિફળા ચૂર્ણ:હળદરવાળુ દૂધ અને ગ્રીન ટી પણ ફાયદાકારક, મૂલેઠી પણ મદદગાર બનશે

1 વર્ષ પેહલા
  • કૉપી લિંક

લિવર એ માનવ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. તેનું મુખ્ય કાર્ય શરીરનું ચયાપચયની ક્રિયાને સરળ બનાવવાનું છે. આ ઉપરાંત તે પ્રોટીનનું સંશ્લેષણ કરીને પાચન માટે જરૂરી રસાયણો બનાવે છે પણ જો ભૂલથી પણ આ લિવરમાં એક્સ્ટ્રા ફેટ જમા થઈ જાય તો તમારે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે અન્ય ગંભીર બીમારીઓને પણ તમારા શરીરમાં પ્રવેશવા માટે નોતરું આપે છે. ફાસ્ટફુડનું વધુ પડતું સેવન તમારા લિવરમાં ફેટનું પ્રમાણ વધે છે, જેના કારણે લિવરમાં સોજો આવી જાય છે. આ સિવાય વધુ પડતું આલ્કોહોલનું સેવન પણ ફેટી લિવરની સમસ્યા વધારી શકે છે. જો યોગ્ય સમયે આ સમસ્યાનું નિદાન કરવામાં ન આવે તો હાલત વધુ પડતી ગંભીર બની શકે છે. આજના અમારા એક્સપર્ટ ડૉ. શ્લેષા સિંહ પાસેથી જાણીશું કે, કઈ વસ્તુઓનું સેવન આ સમસ્યાથી તમને રાહત આપી શકે છે.

ગ્રીન ટી ફાયદાકારક
ગ્રીન ટીના સેવનથી ફેટી લિવરની સમસ્યા ઓછી થશે. National Center for Biotechnology Informationમાં છપાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે, ‘નોન-આલ્કોહોલિક ફેટી એસિડની સમસ્યાને ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.’ પૉલીફેનોલિક કેટેચિનથી ભરપૂર ગ્રીન ટીમાં હાઈપોલિપિડેમિક, થર્મોજેનેટિક, એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વો સામેલ હોય છે. તેમાં હેપટોપ્રોટેક્ટિવ એટલે કે લિવરને સુરક્ષિત રાખવાનાં ગુણધર્મો પણ જોવા મળે છે. દિવસમાં એક કે બે વાર ગ્રીન ટીનું સેવન કરવું.

હળદરવાળું દૂધ પણ ફેટી લિવરની સમસ્યામાં રાહત આપી શકે છે
હળદરવાળું દૂધ પણ ફેટી લિવરની સમસ્યામાં રાહત આપી શકે છે

ફેટી લિવરની સમસ્યા છે હળદરનું દૂધ પીવો
લિવર સાથે સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે હળદરનું સેવન લાભદાયી સાબિત થઈ શકે છે. ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ પીવાથી તમને આરામ મળી રહે છે. હળદરમાં હાજર કરક્યુમિન નોન-આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યાને અમુક હદ્દ સુધી ઘટાડી શકે છે. ફેટી લિવરની સમસ્યામાં દવાની સાથે ડૉક્ટરની સલાહ પર ઘરેલૂ નુસ્ખાઓ પણ અજમાવી શકાય છે.

ત્રિફળા ચૂર્ણ લિવર ફેટની સમસ્યાને દૂર કરી શકે છે
આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણનાં અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આમળા, બિભીતકી અને હરીતકીને પીસીને ત્રિફળા ચૂર્ણ તૈયાર કરવામાં આવી શકે છે. કબજિયાતની સમસ્યામાં હૂંફાળા પાણીની સાથે ત્રિફળા ચૂર્ણનું સેવન લાભદાયી છે. લિવરની સમસ્યાઓમાં પણ ત્રિફળાનું સેવન ફાયદાકારક છે કારણ કે, તેના સેવનથી ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ એક્ટિવ થાય છે અને લિવરથી ટોક્સિન્સ રિલીઝ થાય છે.

મૂલેઠી ચાવીને ખાવાથી પણ ફાયદો થાય છે
મૂલેઠી ચાવીને ખાવાથી પણ ફાયદો થાય છે

આલ્કોહોલિક ફેટી લિવર માટે મૂલેઠી ગુણકારી
વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવાનાં કારણે આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે મૂલેઠી સર્વશ્રેષ્ઠ છે. તેમાં એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો સામેલ હોય છે, જે લિવરની સમસ્યાને દૂર કરે છે. તેમાં હાજર હેપટોપ્રોટેક્ટિવ તત્વ લિવરને સુરક્ષિત રાખે છે. અડધી ચમચી મૂલેઠીનાં બીજનું ચૂર્ણ ગરમ પાણીમાં ઉમેરીને 10 મિનિટ માટે રાખી મૂકો અને ત્યારબાદ તેનું સેવન કરી લો, તમને રાહત મળશે.

.

લોકસભા ચૂંટણી 2024

Today Weather Update

Our Group Site Links