પાર્ટનર સાથે જિંદગી વિતાવવી કે નહીં 'બર્ડ ટેસ્ટ'થી ખબર પડશે:મિત્રો અને સહકર્મી ઉપર પણ આ ટેસ્ટ કરી શકો છો, જો પરસ્પર ભરોસો ન હોય તો તેનાથી દૂર રહો

3 મહિનો પેહલા
  • કૉપી લિંક

શું તે વ્યક્તિ સાથે મારો સંબંધ સારો રહેશે? તેઓ સારા મિત્ર કે જીવનસાથી સાબિત થશે કે નહીં? ખબર નથી આ ઓફિસમાં આગળ શું થશે?

શું ક્યારેય તમારા મનમાં આવા પ્રશ્નો આવ્યા છે? કોઈના દિલમાં શું છે તે સમજવામાં વર્ષો લાગે છે. ઘણી વખત લોકો ખોટા હાવભાવને યોગ્ય માને છે, પરિણામે સંબંધો બગડે છે.

પરંતુ હવે કોઈના મનને પારખવું મુશ્કેલ નથી. હા, આ એક સરળ મનોવૈજ્ઞાનિક પરીક્ષણની મદદથી શક્ય છે. સામેની વ્યક્તિને ખબર પણ નહીં પડે અને ખબર પડશે કે તેમને તમારા માટે કેટલી લાગણીઓ છે. મનોવૈજ્ઞાનિકોએ તેને 'ધ બર્ડ ટેસ્ટ' નામ આપ્યું છે.

બર્ડ ટેસ્ટ શું છે અને તેની પાછળનું મનોવિજ્ઞાન શું છે?
સૌ પ્રથમ આપણે 'બર્ડ ટેસ્ટ' સમજીએ. સંબંધ ગમે તે હોય - વ્યક્તિગત, વ્યાવસાયિક કે સામાજિક, આ ટેસ્ટ દરેક જગ્યાએ કામ કરે છે.

હકીકતમાં આ ટેસ્ટ એ પાર્ટનરનું ધ્યાન આકર્ષિત કરવાની એક કવાયત છે. જેના પર બર્ડ ટેસ્ટ કરાવવાનું હોય તેમને કંઈક બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક પાર્ટનર બીજાને કહે છે - 'તે જુઓ કેટલું સુંદર પક્ષી છે.'

જો આ સાંભળ્યા પછી અન્ય પાર્ટનર પક્ષી તરફ જુએ અને પછી પાર્ટનર સાથે તેની સુંદરતા વિશે વાત કરે, ચર્ચા શરૂ કરે તો તે બર્ડ ટેસ્ટમાં પાસ થયો હોવાનું માનવામાં આવશે.

આવી સ્થિતિમાં, નિષ્કર્ષ એ છે કે બંને સાથે રહી શકે છે, કામ કરી શકે છે અથવા મિત્રો પણ હોઈ શકે છે. એટલે કે બંને પોતાના સંબંધો જાળવી શકશે.

બીજી બાજુ, જો પાર્ટનર આ ટેસ્ટની અવગણના કરે છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે તે બંને વચ્ચે બધું સારું નથી અથવા તે બંને ફક્ત દેખાડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ટેસ્ટનો વૈજ્ઞાનિક આધાર 30 વર્ષ જૂનો
​​​​ આ ટેસ્ટ હાલના સમયમાં પશ્ચિમી દેશોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. તેની શરૂઆત TikTok વીડિયોથી થઈ હતી. પરંતુ તેની પાછળનું વિજ્ઞાન ઘણું જૂનું છે.

ડૉ. જ્હોન અને જુલી ગોટમેન વિશ્વ વિખ્યાત મનોવૈજ્ઞાનિક અને રિલેશનશીપ કોચ છે. તેમણે 40 વર્ષ સુધી સંબંધોમાં સંઘર્ષ પર સંશોધન કર્યું. તેમણે જ 1990ના દાયકામાં આ ટેસ્ટની શોધ કરી હતી.

લાંબા સમય સુધી આ ટેસ્ટ માત્ર મનોવૈજ્ઞાનિકો અને વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવ્યો હતુો. પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં હવે સામાન્ય લોકો પણ તેને અજમાવવા લાગ્યા છે.

ટેસ્ટ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો...
પાર્ટનર ખૂબ વ્યસ્ત ન હોવો જોઈએ -
'બર્ડ ટેસ્ટ'માં યોગ્ય સમય ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય સમય ન હોય તો ખોટા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. ધારો કે તમારો સાથી ખૂબ જ જરૂરી કામ કરી રહ્યો છે અને જો તમે તે જ સમયે તેનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરો છો, તો શક્ય છે કે તે નારાજગી બતાવે. આવી સ્થિતિમાં તે 'બર્ડ ટેસ્ટ'થી યોગ્ય નિર્ણય નહી મળે.

આવી પરિસ્થિતિથી બચવા માટે પ્રયાસો કરવા જોઈએ કે ટેસ્ટ સમયે પાર્ટનર વધુ કે ઓછો ફ્રી હોય, તેની પાસે તે વસ્તુ જોવાનો સમય હોય કે જેના તરફ આપણે તેનું ધ્યાન દોરવા માગીએ છીએ.

ટેસ્ટિંગ દરમિયાન ધ્યાન આપવું કે નહીં તે સંપૂર્ણપણે પાર્ટનરની ઇચ્છા દ્વારા નક્કી કરવું જોઈએ. તેના કામ અને પદ પરથી નહીં. તો જ તમને યોગ્ય પરિણામ મળશે.

માત્ર પક્ષીઓ જ બતાવવા જરૂરી નથી - જોકે આ ટેસ્ટનું નામ 'બર્ડ ટેસ્ટ' છે, પરંતુ આ ટેસ્ટ દરમિયાન માત્ર પક્ષીઓ જ બતાવવાની જરૂર નથી. આ ટેસ્ટ એ પાર્ટનરનું ધ્યાન અને દિલની લાગણીઓ જાણવા માટેની કસરત છે. આ કવાયતમાં પાર્ટનરને કોઈપણ પક્ષી, પેઇન્ટિંગ, ફોટો, મીમ-જોક કે સીન બતાવીને ટેસ્ટ કરી શકાય છે.

આ સમગ્ર પ્રક્રિયામાં તમારા પાર્ટનરની પસંદ અને નાપસંદને પણ ધ્યાનમાં રાખો. તે સ્પષ્ટ છે કે પાર્ટનરને સખત નાપસંદ કરતી કોઈપણ બાબત પર તે ધ્યાન આપશે નહીં. આવી સ્થિતિમાં 'બર્ડ ટેસ્ટ'થી ખોટો રિપોર્ટ મળી શકે છે.

આ પરિસ્થિતિઓમાં ટેસ્ટ ન કરો
જો સંબંધ ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યો છે અને વિશ્વાસનો અભાવ છે, તો આવી સ્થિતિમાં આવા ટેસ્ટિંગથી બચવું વધુ સારું છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ટેસ્ટ દરમિયાન પાર્ટનરને સહેજ પણ શંકા ન થવી જોઈએ કે તેના પર કોઈ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો આમ થશે તો મામલો વધુ બગડવાની શક્યતા છે.

શું સંબંધમાં આવા ટેસ્ટિંગ કરવા નૈતિક રીતે યોગ્ય છે?
અમે આ જ પ્રશ્ન રિલેશનશિપ કોચ ડૉ. અંજલિને પૂછ્યો હતો. ડૉ. અંજલિ કહે છે કે બને ત્યાં સુધી અંગત સંબંધોમાં કોઈપણ પ્રકારની મનની રમત ટાળવી જોઈએ. તમે સંભવિત પાર્ટનર, મિત્ર અથવા વ્યાવસાયિક-સામાજિક સંબંધ સાથે આ પ્રયાસ કરી શકો છો. પરંતુ આ સમય દરમિયાન પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

તે યાદ રાખવું પણ અગત્યનું છે કે આવા પરીક્ષણો વ્યાવસાયિક મનોવૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવે છે. સોશિયલ મીડિયામાંથી શીખવું અને તેને અજમાવવું ક્યારેક સંબંધો માટે નુકસાનકારક બની શકે છે.

બોટમ લાઇન એ છે કે જો સંબંધમાં બધું બરાબર ચાલી રહ્યું હોય તો આ પ્રકારના ટેસ્ટિંગને ટાળવું વધુ સારું છે.

.

લોકસભા ચૂંટણી 2024

Today Weather Update

Our Group Site Links