• Gujarati News
  • Lifestyle
  • People With Higher BMI May Also Be Healthy, Factors Like Height, Body Fat Are More Important

હેલ્થ જાણવા માટે BMI માપવું સૌથી ખરાબ:વધુ BMI ધરાવતા લોકો પણ સ્વસ્થ હોઈ શકે છે, હાઈટ, બોડી ફેટ જેવાં ફેક્ટર વધુ જરૂરી

10 મહિનો પેહલા
  • કૉપી લિંક

અમેરિકન મેડિકલ એસોસિએશન ડોક્ટરોને તંદુરસ્ત શરીરનાં માપદંડ તરીકે 'બોડી માસ ઇન્ડેક્સ' (BMI) નો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. અમેરિકામાં ડોકટરોની સૌથી મોટી સંસ્થા કહે છે કે, BMIથી ઘણી વાર અલગ-અલગ લોકોની શારીરિક રચનાને સમજવામાં નિષ્ફળ પણ જવાય છે. આ કારણોસર, ડોકટરોએ હાલમાં આ અંગે નવી નીતિ લાગુ કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

ડૉ. સ્કોટ હેગન, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે, 'BMI ફોર્મ્યુલા શ્વેત લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. નવી નીતિ આ મોડલથી દૂર જવાની દિશામાં પ્રથમ પગલું હશે. નવી પોલિસીમાં વ્યક્તિની ઊંચાઈના પ્રમાણ કરતાં વજન પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.'

આ ઉપરાંત આંતરડાની ચરબી, બોડી એડિપોઝીટી ઇન્ડેક્સ, શરીરની ચરબીની ટકાવારી, હાડકાં અને સ્નાયુ સમૂહ, તેમજ આનુવંશિક અને મેટાબોલિક પરિબળો જેમ કે બ્લડ સુગર અને થાઇરોઇડ જેવા પરિબળો ઉપર ફોકસ કરવાની સૂચના આપવામાં આવે છે.

BMI એ કોઈ જાદુઈ સંખ્યા નથી
ડો. હેગન કહે છે, 'BMI એ સ્વાસ્થ્ય જાણવાની ખૂબ જ નબળી રીત છે. ઉચ્ચ BMI ધરાવતી વ્યક્તિ પણ સંપૂર્ણ સ્વસ્થ હોઈ શકે છે.' કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર જેનેટ ટોમિયામા કહે છે, 'BMI એ કોઈ જાદુઈ સંખ્યા નથી જે નક્કી કરે કે તમે કેટલા સ્વસ્થ કે બીમાર છો. વિશ્વભરમાં BMI પર આધારિત જૂથોનો અભ્યાસ કરતી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધન સહાયક લિયા ગુટિન કહે છે - નવી નીતિ સસ્તી પણ છે અને વધુ સારાં પરિણામો આપે છે.'

નવી નીતિ વધુ સારાં પરિણામો આપી શકે છે
'ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી'ના વેક્સનર સેન્ટરના ડાયાબિટીસ અને મેટાબોલિઝમ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર વિલા સુએહ કહે છે કે, 'BMI ટ્રાગ્લિસરાઈડ્સ એટલે સારા કોલેસ્ટ્રોલનું લો લેવલ, પ્રિ-ડાયાબિટીસ અને લિવર ચરબી જેવાં પરિબળોને ધ્યાનમાં લેતું નથી. આ હુમલા અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. નવી પોલિસી વધુ સારાં પરિણામો આપશે અને ડોક્ટરો માટે દર્દીને કેવા પ્રકારની સારવારની જરૂર છે તે સમજવામાં સરળતા રહેશે.

BMI નોર્મલ હોય તો પણ હૃદયરોગ, બીપી અને ડાયાબિટીસનું જોખમ
લાંબા સમય સુધી 25 કે તેથી વધુ BMI ધરાવતા લોકોને પ્રકાર 2 ડાયાબિટીસના દાયરામાં મુકવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરના પુરાવા સૂચવે છે કે, લગભગ 20 (સામાન્ય) BMI હોવા છતાં એશિયન મૂળના લોકો સમાન જોખમમાં છે. એવું માનવામાં આવે છે કે આંતરડાની ચરબી હાનિકારક રસાયણોને મુક્ત કરે છે, જેના કારણે આંતરડાની આસપાસના પેશીઓમાં બળતરા થાય છે અને રક્તવાહિનીઓ સાંકડી થાય છે.

તેનાથી હૃદયરોગ, બીપી, ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે, સ્ત્રીઓ માટે 35 ઇંચથી વધુ અને પુરુષો માટે 40 ઇંચથી વધુની કમર એ આંતરડાની ચરબીની નિશાની છે. પરંતુ આ બેન્ચમાર્ક એશિયન મહિલાઓ માટે 31.5 ઇંચ અને પુરુષો માટે 35.5 ઇંચ રહે છે.