જળાભિષેક:ખેડાના કપિલેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં જળ આવે છે

ખેડા4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • શ્રાવણી અમાસના દિવસથી શિવલીંગનો જળાભિષેક
  • રોજ મોટર મૂકીને ગર્ભગૃહમાંથી પાણી ઉલેચવું પડે છે

ખેડા તાલુકાના કલોલી ગામે આવેલા 600 વર્ષ જૂના કપિલેશ્વર મહાદેવ મંદિરમાં અમાસના દિવસથી એકાએક ગર્ભગૃહમાં જમીનમાંથી આવી રહેલા નીરને કારણે ભારે કુતૂહલ સર્જાયું છે. અમાસના દિવસથી રોજ બે ફુટ જેટલું પાણી રોજેરોજ ગર્ભગૃહમાં ભરાય છે. મંદિરના પૂજારી રોજ મોટરથી પાણી ઉલેચે છે. ગર્ભગૃહમાં આવી રહેલા નીરને લઇને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

ખેડાના કપિલેશ્વર મહાદેવ મંદિરમાં અમાસને દિવસે પૂજન ચાલી રહ્યું હતું તે સમયે એકાએક મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાવા લાગ્યું હતું. પહેલાં તો પૂજારી કે અન્ય ઉપસ્થિત લોકોને શું થઇ રહ્યું છે તે ખબર ન પડી, પરંતુ જોતજોતામાં બે ફુટ જેટલું પાણી ગર્ભગૃહમાં ભરાઇ ગયું હતું. પૂજા અધુરી હોવાથી જે તે સમયે મોટર મૂકીને પાણી ઉલેચીને પૂજા પૂર્ણ કરવામાં આવી હતી. જોકે તે દિવસથી આ નિત્યક્રમ બની ગયો છે. રોજ મંદિરના ગર્ભગૃહમાં બે ફુટ પાણી ભરાય છે.

શિવલીંગને અભિષેક થયા બાદ, પાણીનું સ્તર વધતું નથી. પાણીનું સ્તર વધવાનું બંધ થાય એટલે પૂજારી દ્વારા મોટર મૂકીને પાણી ઉલેચી લેવામાં આવે છે. જોકે રોજ આ પાણી ક્યાંથી આવે છે તે કોઇને સમજાતું નથી. શ્રાવણ માસના અંતિમ દિવસ – અમાસથી પાણી આવવાનું શરૂ થયું હોવાથી શ્રધ્ધાળુઓ તેને ઇશ્વરના આશિર્વાદ માની રહ્યા છે અને દર્શન કરવા કપિલેશ્વર મંદિર પહોંચે છે.

આટલાં વર્ષોમાં આવી કોઇ ઘટના નથી બની
કપિલેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના જણાવ્યાનુસાર, છેલ્લા પાંચ દિવસથી ગર્ભગૃહમાં આરસ હોવાછતાં જમીનની અંદરથી પાણી આવી રહ્યું છે. અમાસના દિવસે સવારે 9 વાગે પ્રથમવાર પાણી આવ્યું હતું. એકાએક પાણી આવતા અમે લોકો વિચાર પડી ગયા કે પાણી ક્યાંથી આવી રહ્યું છે ? આવી ઘટના છેલ્લા 60 વર્ષ માં પહેલીવાર જોવા મળી છે. અમાસના દિવસે પાણી મોટરથી ખાલી કરીને ભગવાનન પૂજા પૂર્ણ કરી હતી. પૂજા દરમિયાન પણ પાછું પાણી ભરાવા લાગ્યું હતું. અમાસથી આજદિન સુધી છેલ્લા પાંચ દિવસથી રોજ ગર્ભગૃહમાં ભરાઈ જાય છે. ગર્ભગૃહમાં ભરાતું આ પાણી બે ફુટથી નથી વધતું કે નથી ઘટતું. બે ફુટ પાણી ભરાયા બાદ સપાટી સ્થિર થઇ જાય છે.

દબાણ વધવાથી પાણી જમીન પર આવી શકે
વરસાદ વધુ પડે ત્યારે જમીનના દબાણ કરતાં પાણીનું દબાણ વધી જાય તો પાણી જમીનની બહાર આવી શકે છે. > અવિનાશ ભટ્ટ, હાઇડ્રોલોજીસ્ટ

.

    લોકસભા ચૂંટણી 2024

    Today Weather Update

    Our Group Site Links