ચોર આમલાની મલમપટ્ટી!:100 વર્ષ જૂના ચોર આમલા વૃક્ષ પર માટી, લીમડાના તેલ અને પાણીથી બનાવેલો ખાસ લેપ લગાવી તેના રક્ષણની કામગીરી કરાઇ

વડોદરા4 વર્ષ પેહલા
  • કૉપી લિંક

સુભાનપુરા હાઇ ટેન્શન રોડ પર મહેશ્વર નગર સોસાયટીમાં આવેલ અંદાજે 100 વર્ષથી પણ જૂના ચોર આમલાની તોતિંગ ડાળી સોમવારે સવારે તૂટી પડી હતી. તેને કારણે ઝાડને વધુ નુકસાન ન થાય તે માટે વૃક્ષ પ્રેમી લોકોએ મંગળવારે ઘવાયેલ ભાગની સારવાર કરી હતી.  આ અંગે ડો. જિતેન્દ્ર ગવલીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વૃક્ષની વૃદ્ધિ કરતી પેશી એટલે કે કેમ્બિયમ જે તેના છાલ નીચે લગભગ એકથી બે ઇંચ ઊંડે આવેલી હોય છે. જો આવો ખુલ્લો ઝખમવાળો ભાગ હવાની અંદરના સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવે તો તેને અન્ય કોઈ રોગ, ચેપ લાગી શકે. જેથી વૃક્ષ પ્રેમી મિત્રોએ તેને બાગકામ માટે વપરાતી માટી, લીમડાનું તેલ અને પાણીનું મિશ્રણ કરી એક પાતળો લેપ તૈયાર કરી ખુલ્લા છાલના એકથી દોઢ ઇંચ જેટલી ઊંડાઈના તમામ ભાગને લગાવ્યો હતો. આમ કરવાથી ખુલ્લી જગ્યાથી કોઈ ચેપી રોગ (ઇન્ફેક્શન) અથવા ફૂગ કે બેક્ટેરિયા વૃક્ષમાં પ્રવેશી ન શકે.