સંજય સિંહે કહ્યું- લિકર પોલિસી કૌભાંડ ભાજપે કર્યું છે:કેજરીવાલ વિરુદ્ધ ષડ્યંત્ર, AAP વિરુદ્ધ નિવેદન આપનાર મંગુટા હવે NDAમાંથી ચૂંટણી લડી રહ્યા છે

નવી દિલ્હી26 દિવસ પેહલા
  • કૉપી લિંક
AAP નેતા સંજય સિંહનું કહેવું છે કે ભાજપે દારૂ કૌભાંડ કેસમાં મોટું કાવતરુ ઘડીને CM કેજરીવાલની ધરપકડ કરી છે. - Divya Bhaskar
AAP નેતા સંજય સિંહનું કહેવું છે કે ભાજપે દારૂ કૌભાંડ કેસમાં મોટું કાવતરુ ઘડીને CM કેજરીવાલની ધરપકડ કરી છે.

AAP નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને દારૂ કૌભાંડ પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક ષડ્યંત્ર હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

EDએ TDP સાંસદ મંગુટા રેડ્ડી અને તેમના પિતા રાઘવ રેડ્ડી પર દબાણ કરીને કેજરીવાલ વિરુદ્ધ નિવેદન નોંધવામાં આવ્યું છે.

સંજય સિંહે વધુમાં કહ્યું કે મંગુટા રેડ્ડી હવે વડાપ્રધાનની તસવીર લગાવીને ચૂંટણી લડી રહ્યા છે. ખરેખરમાં તેલુગુ દેશમ પાર્ટી એનડીએની સહયોગી પાર્ટી છે.

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ બુધવારે સાંજે સંજય સિંહને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતો. તેઓ છ મહિનાથી જેલમાં હતા.

તિહાર જેલમાંથી મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઘણા મોટા ખુલાસા કર્યા હતા.

સંજય સિંહનાં 2 મોટાં નિવેદનો...

1. સંજય સિંહે કહ્યું કે એક વ્યક્તિ છે; મગુંટા રેડ્ડી, જેણે 3 નિવેદન આપ્યાં, તેમના પુત્ર રાઘવ મગુંટાએ 7 નિવેદન આપ્યાં. 16 સપ્ટેમ્બરના રોજ, જ્યારે મગુંટા રેડ્ડીને ED દ્વારા સૌપ્રથમ પૂછવામાં આવ્યું કે શું તેઓ અરવિંદ કેજરીવાલને જાણે છે. તેમણે સત્ય કહ્યું અને જણાવ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, પરંતુ ચેરિટેબલ ટ્રસ્ટની જમીન મામલે. જે બાદ તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી અને 5 મહિના સુધી જેલમાં રાખ્યા બાદ તેમના પિતાએ પોતાનું નિવેદન બદલ્યું હતું.

2. સંજય સિંહે વધુમાં જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીથી 16 જુલાઈ સુધી રાઘવ મગુંટાનાં 7 નિવેદન લેવામાં આવ્યાં હતાં. આ 6 નિવેદનોમાં તેમણે કેજરીવાલ વિરુદ્ધ કંઈ કહ્યું નથી, પરંતુ 16 જુલાઈના રોજ 7મા નિવેદનમાં તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું અને ષડ્યંત્રમાં સામેલ થઈ ગયા. 5 મહિનાના યાતના બાદ તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યું અને અરવિંદ કેજરીવાલ સામે ઊભા થઈ ગયા.

AAP સાંસદ સંજય સિંહે ધરપકડ પહેલાં અનેક પ્રેસ કોન્ફરન્સમાં ED પર ગંભીર આરોપ લગાવ્યા હતા. (ફાઈલ)
AAP સાંસદ સંજય સિંહે ધરપકડ પહેલાં અનેક પ્રેસ કોન્ફરન્સમાં ED પર ગંભીર આરોપ લગાવ્યા હતા. (ફાઈલ)

બીજી તરફ દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહારમાં બંધ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જેલમાંથી પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકોને પત્ર લખ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે લખ્યું છે- અમે ટૂંક સમયમાં જ બહાર મળીશું. શિક્ષા ક્રાંતિ જિંદાબાદ, લવ યુ ઓલ.

સિસોદિયાના પત્રના 3 મુખ્ય મુદ્દા...

  1. મને ખુશી છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં શિક્ષણ ક્રાંતિ લાવવામાં આવી. હું છેલ્લા એક વર્ષથી અહીં છું. આ સમય દરમિયાન મને બધાની યાદ આવી. અમે બધાએ દિલ્હીના લોકો માટે ઈમાનદારીથી કામ કર્યું.
  2. જે રીતે અંગ્રેજોની તાનાશાહી સામે તે સમયે લાંબી લડાઈ લડવામાં આવી હતી. તેવી જ રીતે, હવે અમે સારા શિક્ષણ અને શાળાઓ માટે લડી રહ્યા છીએ. આઝાદી પહેલાં અંગ્રેજોને તેમની સરકાર પર ખૂબ ગર્વ હતો. અંગ્રેજ શાસકો પણ ખોટા આરોપો લગાવીને લોકોને જેલમાં ધકેલી દેતા હતા. તેમણે ગાંધીજી અને નેલ્સન મંડેલાને ઘણાં વર્ષો સુધી જેલમાં રાખ્યા. આ બંને મારી પ્રેરણા છે.
  3. દિલ્હીના લોકો મારી તાકાત છે. દેશના વિકાસ માટે સારું શિક્ષણ અને શાળાઓ હોવી જરૂરી છે. એક દિવસ દરેક બાળકને યોગ્ય અને સારું શિક્ષણ મળશે. પંજાબમાં શિક્ષણ ક્રાંતિના સમાચાર વાંચીને હું રાહત અનુભવું છું. જ્યારથી હું જેલમાં છું ત્યારથી તમારા પ્રત્યેનો મારો પ્રેમ વધુ વધી ગયો છે. તમે લોકોએ પણ મારી પત્નીનું ખૂબ ધ્યાન રાખ્યું. મારી પત્ની સીમા તમારા વિશે વાત કરતાં ભાવુક થઈ જાય છે.

જેલમાંથી મુક્ત થયા બાદ સંજય સિંહે કહ્યું હતું કે અમે કોઈનાથી ડરતા નથી

લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ બાદ સાંસદ સંજય સિંહને 6 મહિના પછી 3 એપ્રિલે રાત્રે 8:15 વાગ્યે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે કાર્યકરોને કહ્યું - સમય ઉજવણી કરવાનો નથી, સંઘર્ષ કરવાનો સમય છે. અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે જેલના તાળા તૂટશે અને બહાર આવશે.

લિકર પોલિસીના અમલથી લઈને તેને રદ કરવા સુધી AAPના ત્રણ મોટા નેતાઓની ધરપકડની કહાની...

નવેમ્બર 2021: નવી લિકર પોલિસી અમલમાં આવી
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ 22 માર્ચ 2021ના રોજ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પોલિસીથી દારૂની દુકાનો ખાનગી લોકોના હાથમાં જશે. જ્યારે સિસોદિયાને નવી પોલિસી લાવવાનો હેતુ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે બે દલીલો આપી. પ્રથમ- માફિયા શાસનનો અંત આવશે. બીજું- સરકારી તિજોરીમાં આવકમાં વધારો થશે.

17 નવેમ્બર 2021ના ​​રોજ નવી લિકર પોલિસી 2021-22 લાગુ કરવામાં આવી હતી. જેના કારણે સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી અને આ ધંધો ખાનગી હાથમાં ગયો. ઘણા મોટા ડિસ્કાઉન્ટને કારણે દારૂનું જંગી વેચાણ થયું હતું. તેનાથી સરકારી તિજોરીમાં આવકમાં વધારો થયો હતો, પરંતુ આ નવી પોલિસીનો વિરોધ થયો હતો.

જુલાઈ 2022: લિકર પોલિસીમાં કૌભાંડના આરોપો
8 જુલાઈ, 2022ના રોજ, દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે આરોપ લગાવ્યો કે નવી લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે. તેમણે એલજી વીકે સક્સેનાને આ સંબંધિત રિપોર્ટ સોંપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે સિસોદિયાએ લાઇસન્સ ધરાવતા દારૂના વેપારીઓને ફાયદો કરાવ્યો હતો. બીજી તરફ, એલજીએ પણ કહ્યું છે કે લિકર પોલિસીમાં તેમની અને કેબિનેટની મંજૂરી વિના ફેરફાર કરવામાં આવ્યા હતા.

ઓગસ્ટ 2022: CBI અને EDએ કેસ નોંધ્યો
એલજી સક્સેનાએ મુખ્ય સચિવના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તપાસ એજન્સીએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. જેમાં મનીષ સિસોદિયા, ત્રણ નિવૃત્ત સરકારી અધિકારીઓ, 9 ઉદ્યોગપતિઓ અને બે કંપનીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. તમામ સામે ભ્રષ્ટાચાર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

19 ઓગસ્ટે સિસોદિયાના ઘર અને ઓફિસ સહિત સાત રાજ્યોમાં 31 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે સિસોદિયાએ દાવો કર્યો કે સીબીઆઈને કંઈ મળ્યું નથી. આ તરફ 22 ઓગસ્ટના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ CBI પાસેથી કેસની માહિતી લીધી અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો.

જુલાઈ 2022: સરકારે નવી પોલિસી રદ કરી
વધી રહેલા વિવાદને જોતા, 28 જુલાઈ, 2022ના રોજ, દિલ્હી સરકારે નવી લિકર પોલિસી રદ કરી. જૂની પોલિસી ફરીથી લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. 31 જુલાઈના રોજ, સરકારે એક કેબિનેટ નોંધમાં જણાવ્યું હતું કે દારૂનું વધુ વેચાણ છતાં, સરકારની કમાણી ઘટી છે કારણ કે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ દારૂના વ્યવસાયમાંથી હટી રહ્યા છે.

26 ફેબ્રુઆરી, 2023: સીબીઆઈએ સિસોદિયાની ધરપકડ કરી
સિસોદિયા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ હતો, તેથી તેમને કથિત રીતે આ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. અનેક પૂછપરછ બાદ તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરી હતી. હાલ તે જેલમાં છે. સીબીઆઈએ સિસોદિયા પર આરોપ લગાવ્યો કે એક્સાઇઝ મંત્રી હોવાને કારણે તેમણે મનસ્વી અને એકપક્ષીય નિર્ણયો લીધા, જેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થયું અને દારૂના વેપારીઓને ફાયદો થયો.

સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હજુ પણ તિહાર જેલમાં છે.
સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હજુ પણ તિહાર જેલમાં છે.

4 ઓક્ટોબર, 2023: EDએ સંજય સિંહની ધરપકડ કરી
કથિત દારૂ કૌભાંડમાં સંજય સિંહનું નામ EDની ચાર્જશીટમાં સામે આવ્યું હતું. આ ચાર્જશીટ 2022માં રજૂ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપીમાંથી સાક્ષી બનેલા દિનેશ અરોરાના નિવેદન બાદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

દિનેશ અરોરા દિલ્હીના પ્રખ્યાત રેસ્ટોરન્ટ બિઝનેસમેન છે. તેઓ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સભ્ય પણ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દિનેશ અરોરાએ EDને કહ્યું કે સંજય સિંહના કહેવા પર તેણે મનીષ સિસોદિયાને 82 લાખ રૂપિયા આપ્યા હતા, જેનો ઉપયોગ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.

21 માર્ચ, 2024: EDએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા કથિત દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. EDએ કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા હતા. તે એક પણ વખત હાજર થયા નહીં. આ દરમિયાન ઈડી અને કેજરીવાલ બંને સમન્સ લઈને કોર્ટ પહોંચ્યા હતા.

EDએ 17 માર્ચે કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. EDને વારંવાર સમન્સ મોકલવા બદલ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.

કેજરીવાલે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે ED સમક્ષ હાજર જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેજરીવાલે ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી. કોર્ટના નિર્ણય બાદ ED એ જ દિવસે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી અને લગભગ 2 કલાકની પૂછપરછ બાદ રાત્રે તેમની ધરપકડ કરી હતી.