• Gujarati News
  • National
  • Sibal Said The Resurgence Of The Congress Was Necessary For The Country, Although The Party Had To Show That It Was Active

કોંગ્રેસને કપિલનું સૂચન:સિબ્બલે કહ્યું- કોંગ્રેસનું પુનરુત્થાન દેશને માટે જરૂરી, જોકે પક્ષ સક્રિય છે તે દેખાડવું પડશે

નવી દિલ્હી3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પક્ષને મુશ્કેલ સમયમાંથી બહાર લાવવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ ફરી બેઠી થાય તે દેશ માટે જરૂરી છે. આ માટે પાર્ટીએ પણ એ દેખાડવાની જરૂર છે કે તે એક્ટિવ છે અને સાર્થક રીતે જોડાવા ઈચ્છે છે.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સિબ્બલે રવિવારે જણાવ્યું હતું કે પાર્ટી સંગઠનની ચૂંટણી ટૂંક સમયમાં યોજવામાં આવે તે જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યોના લેવલ પર મોટાપાયે સુધારા કરવાની જરૂર છે. જેથી આપણે એ દર્શાવી શકીએ કે પાર્ટી હવે નિષ્ક્રીય સ્થિતિમાં નથી. દેશમાં રાજકિય વિકલ્પનો અભાવ છે. માટે આ સમયમાં એક મજબૂત અને વિશ્વાસપાત્ર વિપક્ષની જરૂર છે. કોંગ્રેસમાં અનુભવ અને યુવાનો વચ્ચે સંતુલન કેળવવાની તાત્કાલિક જરૂર છે.

પક્ષમાં સુધારાની વિશેષ જરૂર-સિબ્બલ
સિબ્બલ કોંગ્રેસ નેતાઓના G-23 જૂથના સભ્યો પૈકી એક છે, જેમણે સંગઠનમાં સુધારાની માગ કરી પાર્ટીના ટોચના નેતાઓને પત્ર લખ્યો હતો. ત્યારે રાહુલે પત્ર લખનારા નેતાઓને ભાજપના મદદગાર ગણાવ્યા હતા. આ નેતાઓમાં ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા જેવા ગાંધી પરિવારના નજીકના નેતાઓનો પણ સમાવેશ થતો હતો.

અગાઉ પણ પ્રશ્નો ઉઠાવી ચુક્યા છે સિબ્બલ
બિહાર ચૂંટણી બાદ સિબ્બલે એક મુલાકાતમાં કહ્યું હતું કે બિહાર તથા પેટા ચૂંટણીઓના પરિણામોમાં એવું લાગી રહ્યું છે કે દેશની પ્રજા કોંગ્રેસને અસરકારક વિકલ્પ તરીકે જોતી નથી. ગુજરાત પેટાચૂંટણીમાં પણ અમને એક પણ બેઠક મળી ન હતી. લોકસભા ચૂંટણીમાં પણ આ જ સ્થિતિ હતી. ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીઓમાં કેટલીક બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને 2 ટકા પણ મત મળ્યા ન હતા.

સિબ્બલે જણાવ્યું હતું કે પાર્ટીએ ત્યારબાદ પણ આત્મમંથન કર્યું નથી કે તેમના ઉમેદવારો આટલી ખરાબ રીતે કેમ હારી શકે છે? અમને નબળાઈઓની જાણ છે, એ પણ જાણીએ છીએ કે સંગઠનના લેવલ પર શું સમસ્યા છે. કદાંચ ઉકેલ અંગે પણ વાકેફ છીએ, જોકે તેને અપનાવવા જોઈએ નહીં. જો આ સ્થિતિ રહેશે તો પક્ષને વધારે નુકસાન પહોંચશે. કોંગ્રેસની દુર્દશા અંગે સૌ ચિંતિત છે.

આંતરિક વિવાદોમાં કોંગ્રેસ નબળી પડી

  • 2018માં જ્યારે કોંગ્રેસે છત્તીસગઢ, પંજાબ અને મધ્યપ્રદેશમાં સરકાર બનાવી ત્યારે લાગ્યું હતું કે પાર્ટી ફરીથી પોતાના જૂના ફોર્મમાં પરત ફરી રહી છે. ત્યારપછી મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ માંથી એક જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો, જેથી સરકાર પડી ગઇ હતી. સિંધિયા હવે BJPમાં કાર્યરત છે.
  • પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. અમરિંદર નવજોત સિંહ સિદ્ધુને એમના વિરૂદ્ધ ચૂંટણી લડવા પડકાર પણ આપ્યો હતો.
  • આવી રીતે છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવ વચ્ચે પાવર પોલિટિક્સનો પ્રશ્ન ચાલી રહ્યો છે.
  • રાજસ્થાનમાં સચિન પાયલટ અને મુખ્યમંત્રી વચ્ચે ઉગ્ર વિવાદો ચાલી રહ્યા છે. ગયા વર્ષે બળવો થયા બાદ સમાધાનને કારણે પાયલોટ 18 ધારાસભ્યો સાથે પરત ફર્યા હતા. પાયલટના જણાવ્યા પ્રમાણે, ત્યારે જે એમને જે વાયદાઓ કરાયા હતા એ પણ પૂરા કરવામાં આવ્યા નથી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર એમના સમર્થનમાં જેટલા વિધાયકો છે, એમને પણ તોડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ
તાજેતરમાં 5 રાજ્યોની અંદર વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી, જેમાં કોંગ્રેસને હાથ મોટી સફળતા લાગી નહતી. બંગાળમાં તો એને એકપણ બેઠક મળી નહતી. આસામમાં ભાજપના ગઠબંધનને કારણે કોંગ્રેસને સતત બીજી વેળા હારનો સામનો કરવો પડ્યો હતો. કેરળમાં તે સત્તાધારી લેફ્ટ ફ્રન્ટને પાછળ છોડી શકી નથી.