• Gujarati News
  • National
  • UP Government Joins 343 New Villages In Ayodhya Development Authority, Plans To Build A New City Called 'Navya Ayodhya'

સરહદનું વ્યાપક વિસ્તરણ:યુપી સરકારે અયોધ્યા વિકાસ ઓર્થોરિટીમાં નવા 343 ગામ જોડાઈ ગયા, ‘નવ્ય અયોધ્યા’ નામે નવી સિટી બનાવવાનું પ્લાનિંગ

લખનઉ3 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

યુપી સરકારે અયોધ્યા વિકાસ ઓર્થોરિટીની સરહદનું વ્યાપક વિસ્તરણ કર્યું છે. પાડોશી જિલ્લા ગોન્ડા તથા બસ્તીના 343 ગામને ડેવલપમેન્ટ ક્ષેત્ર સાથે સાંકળી દેવાયા છે. રાજ્ય સરકાર અયોધ્યા-ગોરખપુર હાઈવે પર 600 એકરમાં નવ્ય અયોધ્યા નામે એક નવી સિટી વિકસિત કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેનાથી પર્યટનને પ્રોત્સાહન મળવાની આશા છે. શનિવારે મંત્રી પરિષદે અયોધ્યા ડેવલપમેન્ટ એરિયાના સરહદનું વિસ્તરણ કરતાં નગરનિગમ અયોધ્યા, નગર પંચાયત ભદરસા, અયોધ્યા તથા નગરપાલિકા પરિષદ નવાબગંજ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.