• Gujarati News
  • National
  • Gujarati Translation Of Swami Vivekanandji's Bengali English Letters Will Be Translated And Sent To The Schools Of Gujarat

સ્વામી વિવેકાનંદજીના બંગાળી-અંગ્રેજીમાં લખાયેલા પત્રોનો ગુજરાતી અનુવાદ કરી શાળાઓમાં સુવાક્ય રૂપે મોકલાશે

4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
વિવેકાનંદનો સંદેશ - ફાઇલ તસવીર - Divya Bhaskar
વિવેકાનંદનો સંદેશ - ફાઇલ તસવીર
  • રામકૃષ્ણ આશ્રમના ઉપક્રમે વિવેકાનંદ વાણીના પ્રસારનું અભિયાન શરૂ કરાયું

રાજકોટઃ યુગપુરુષ સ્વામી વિવેકાનંજીની રાષ્ટ્રનિર્માણની વિભાવના પર આધુનિક રાષ્ટ્રનો પાયો નંખાયો છે. એ વાત આપણા ગુજરાત માટે પણ અત્યંત ગૌરવની છે કે, આ રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન સ્વામીજીએ દ્વારકાના સાગર તટે નિહાળ્યું હતું.  આ વિભાવનાને યુવાનો સહિત પ્રત્યેક દેશવાસીમાં સદાય પ્રજ્વલિત રાખવા માટે રામકૃષ્ણ આશ્રમે યુવાનો અને શાળાઓ છાત્રો સહિત દેશવાસીઓ સુધી પહોંચવા અભિયાન હાથ ધર્યું છે. અભિયાન અંતર્ગત રામકૃષ્ણ આશ્રમના આ સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાનારી શાળાઓ, સંસ્થાઓને તથા આત્મનોને સ્વામી વિવેકાનંદજીના અલભ્ય પ્રવચનો તથા તેમના અસલ પત્રોમાંથી તારવેલા વિચારોને ગુજરાતી સહિત ચાર ભાષામાં અનુવાદ કરી સુવાક્યો સ્વરૂપે મોકલાયા છે. જેમા રાજ્યની તમામ શાળાઓને આવરી લેવાશે.

વિવેકાનંદના 700થી વધુ પત્રો બેલુર મઠમાં સચવાયેલા છે
રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીના જણાવ્યા મુજબ રામકૃષ્ણ મિશન પાસે રહેલા સ્વામી વિવેકાનંદજીના અલભ્ય પ્રવચનો -પત્રો પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થતા રહે છે, પરંતુ હવે સાંપ્રત સમયમાં જેમને વિવેકાનંદની સિંહવાણી સરળતાપૂર્વક મેળવવી હોય, તેઓ વિવેકાનંદના આશીર્વાદ આચમની સ્વરૂપે આ સુવાક્યો રોજ સવારના એક ક્લિક દ્વારા મેળવી શકશે. સ્વામી વિવેકાનંદજીનું એક પ્રવચન 15થી માંડીને 30 પેજનું હોય છે.  તેમના 700થી વધુ પત્રો બેલુર મઠમાં સચવાયેલા પડ્યા છે.  જેમાંથી મુખ્ય મુદ્દાઓને રામકૃષ્ણ આશ્રમ દ્વારા પસંદ કરીને  સુવાક્યો તરીકે અલગ કરાયા છે. આ સુવાક્યો મોકલવામાં આવે છે. આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ યુવા-આત્મનો જોડાઈ ચૂક્યા છે. રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ ભારત સરકાર દ્વારા યુથ ડે તરીકે ઉજવાય છે.  તેમના પ્રેરક સુવાક્યો દ્વારા રાષ્ટ્ર નિર્માણની વિભાવના નિરંતર પ્રજ્વલિત રહે તે માટે મહત્તમ પ્રસાર માટે ઝુંબેશ પ્રબળ બનાવવા પ્રયાસ હાથ ધરાયો છે.