• Gujarati News
  • Utility
  • Knitting Wool Is The Best Way To Boost The Mood In The Cold, It Also Reduces Stress.

સ્વેટર ગુંથવાના રસપ્રદ તથ્યો:ઊન ગુંથવું એ ઠંડીમાં મૂડ બૂસ્ટ કરવાની સૌથી સારી રીત છે, તેનાથી સ્ટ્રેસ પણ ઘટે છે

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

બાળપણમાં નાની, દાદી અથવા માતાને ઊન ગુંથતા જોયા હશે. તેમને તમારા માટે પણ સ્વેટર અથવા સ્કાર્ફ ગુંથ્યા હશે. પરંતુ સમયની સાથે રેડીમેઇડ ઊનની વસ્તુ માર્કેટમાં આવ્યા બાદ ઘરે ઊનના કપડા ગુંથવાનું ઓછું થઈ ગયું છે. પરંતુ ઊન ગુંથવાનું કામ શિયાળામાં સૌથી સારી એક્ટિવિટી છે. ઘણી સ્ટડીમાં તેના ફાયદાને લઈને દાવો કરવામાં આવ્યો છે. જેમ કે, તે તમારા શરીરના જૂના દુખાવાને દૂર કરે છે. તેમજ તે તમારી મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

કોરોનાના કારણે ઘરે લોકો વધારે સમય પસાર કરી રહ્યા છે. સોશિયલ એક્ટિવિટીથી પણ અંતર રાખવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઊન ગુંથવાથી અલગ પ્રકારની ખુશી મળે છે. ફિનલેન્ડમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, ઊન ગુંથવાથી હેક્ટિક લાઈફસ્ટાઈલ અને ઓફિસનો સ્ટ્રેસ ઘટે છે. ઊન ગુંથવા માટે કોઈ ખાસ સાધનની પણ જરૂર નથી પડતી. તેના માટે તમારે માત્ર ઊન અને સોયની જરૂર હોય છે.

ભારત દુનિયામાં ઊનનો 9મો સૌથી મોટો ઉત્પાદક દેશ
દેશની વાત કરીએ તો ઊનના ઉત્પાદનની બાબતમાં ભારત વિશ્વનો 9મો સૌથી મોટો દેશ છે. ઈન્ડિયા બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર, દુનિયાના ઊનના કુલ ઉત્પાદનમાં આપણા ત્યાં 2 ટકા ઉત્પાદન થાય છે. ભારતમાં ઊન ઈન્ડસ્ટ્રી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. એકલા પંજાબમાં 35 ટકા ઊનનું ઉત્પાદન થાય છે.

ઊન સંબંધિત ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

  • ઊનમાં કેરોટિન પ્રોટીન હોય છે. આ પ્રોટીનથી વાળ, નખ, પક્ષીના પીંછા અને પ્રાણીનાં શિંગડા બને છે. તેના કારણે ઘણી વખત ઊનના કપડામાં જીવાત પડી જાય છે. આ પ્રોટીન જીવ-જંતુઓ માટે ખોરાકનું કામ કરે છે.
  • ઓરિજિનલ ઊનમાં કેરોટિન પ્રોટીન અને દોરીમાં પાણી હોવાને કારણે આગ પણ નથી લાગતી. મોટાભાગના ઊન સફેદ, કાળા અને ભૂરા કલરના હોય છે. રંગીન ઊન જૂની જાતિના ઘેટાંમાંથી મળે છે, તેનાથી કાર્પેટ બનાવવામાં આવે છે.
  • સ્પ્રિંગની સિઝનમાં ઉતારવામાં આવેલા ઊન તમામ પ્રકારના ઊન કરતા વધારે સોફ્ટ હોય છે. આ પ્રકારના ઊનનો કલર પણ સફેદ હોય છે.
  • ઊનના રેસાની જાડાઈ માઈક્રોનથી માપવામાં આવે છે. એક માઈક્રોનનો અર્થ 1/1000 mm છે. તેની જાડાઈ 10થી 70 માઈક્રોન હોય છે. ઊન ઘણા સેલ્સથી મળીને બને છે, જે એક બીજા સાથે ચોંટેલા હોય છે.
  • હવામાં ભેજ હોવાને કારણે તેના રેસામાંથી ગરમાહટ નીકળે છે. એક ગ્રામ ઊનમાં ભેજ હોવા પર 27 કેલરી ગરમી નીકળે છે. સૂકા ઊન 30 ટકા સુધી ભેજને શોષી શકે છે. સૌથી મોંઘુ ઊન વેકુના હોય છે. તેની કિંમત 1300થી લઈને 3000 અમેરિકન ડોલર પ્રતિ પાઉન્ડ હોય છે.

ઊન ગુંથવાથી ખુશી મળે છે

  • મિશિગનની કમ્યુનિટિ કોલેજના ડીન એમી રેડિંગર કહે છે કે માર્ચમાં કેમ્પસ બંધ થયા બાદ તેમણે ઊન ગુંથવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે એડવાન્સ ટેક્નિકની સાથે સાલ ગુંથવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન તેમનો અનુભવ મિશ્રિત રહ્યો. ઘણી વખત તેમને આ કામ કરતા દુઃખ પહોંચ્યું તો ઘણી વખત ખુશી પણ મળી. રેડિંગરના અનુસાર, તેમના માટે આ એક સારી ઈમોશનલ પ્રોસેસ હતી. તે ગુંથવાના કામને એક ચેલેન્જ તરીકે લે છે.
  • રેડિંગરના જણાવ્યા પ્રમાણે, ઊન ગુંથનારા બે પ્રકારના લોકો હોય છે. પહેલા એ લોકો જે સ્વેટર, વિન્ટર કોટ અને આવનાર બાળક માટે ગુંથે છે. બીજા તે લોકો જે પ્રોસેસ પર ફોકસ કરે છે. તેમાં તેઓ સ્ટ્રેસફૂલ લાઈફથી છૂટકારો મેળવવા માગે છે. આવા લોકો આ કામમાં ક્રિએટિવિટી દર્શાવે છે. તેઓ તેમાં સારી વસ્તુઓને ઈન્જોય કરે છે.
  • રેડિંગર કહે છે કે - ઊન ગુંથવાને મેડિટેશન તરીકે લેવું જોઇએ. આનાથી તમે ખુશ થશો અને તમારું માનસિક દબાણ ઓછું થશે. આ પ્રક્રિયા તમારી વારંવાર ખાવાની ટેવને પણ નિયંત્રિત કરી શકે છે. તેમજ, તે તમને સ્ટ્રેસથી પણ દૂર રાખે છે.
  • જ્યારે કોઈ કામ તમને આઉટપુટ આપે તે તમને મોટિવેટ કરે છે. આ એક બોનસ જેવું હોય છે. ઊન ગુંથવાથી તમે ફક્ત મેન્ટલ પ્રોસેસમાંથી પસાર નથી થતા પણ આ કામ પૂરું કર્યા બાદ તમને કેટલાક આઉટપુટ પણ મળે છે. આ કામ દ્વારા સારું સ્વેટર, સ્કાર્ફ અથવા બાળકો માટે બ્લેન્કેટ બનાવી શકાય છે.
  • કેનેડિયન સોફ્ટવેર ડેવલપર રૂહીનું કહેવું છે કે, તેણે કોરોના દરમિયાન તેના મિત્રોના કહેવા પર ઊન ગુંથવાનું શરૂ કર્યું હતું. અગાઉ, તે પોતાનો સમય મ્યૂઝિક બેન્ડ પસાર કરતી હતી. કોરોના દરમિયાન તેણે ઘરે પણ મ્યુઝિકનું કામ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ થોડા દિવસો પછી તેને એકલતાનો અનુભવ થવા લાગ્યો. આ પછી તેણે ઊન ગુંથવાનું શરૂ કર્યું. તેમાં તેને ખૂબ મજા આવી. આ તેની મેન્ટલ પ્રોસેસ માટે પણ ફાયદાકારક સાબિત થયું.
  • રૂહી કહે છે કે, તેણે લોકો માટે મોટાભાગની વસ્તુઓ બનાવી હતી. જ્યારે આપણે કોઈના માટે કંઇક બનાવી રહ્યા હોઇએ ત્યારે તેની સાથે આપણું પર્સનલ અટેચમેન્ટ રાખીએ છીએ તો ગુંથતી વખતે દરેક ટાંકા પર તે વ્યક્તિનો વિચાર કરીએ છીએ. તે તમારી એકલતાને દૂર રાખવામાં પણ મદદ કરે છે.

ગ્રુપ બનાવીને ઊન ગુંથવાનું શરૂ કરો
જો કે, ઊન ગુંથવું એ એક વ્યક્તિનું જ કામ છે. પરંતુ કેટલાક લોકો તેને ગ્રુપ એક્ટિવિટી તરીકે કરવાનું પસંદ કરે છે. આ સમય દરમિયાન તેઓ એકબીજા સાથે વાત પણ કરે છે અને નવી ટેક્નિક પણ શીખી લે છે. આ એવું કાર્ય નથી કે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. તમે લોકો સાથે વાત કરતા-કરતા પણ આ કામ કરી શકો છો.

ઊન ગુંથવાનું આ રીતે શરૂ કરો

  • સૌપ્રથમ તમારે સ્વેટર, સ્કાર્ફ વગેરેમાંથી શું બનાવવું છે એ નક્કી કરો અને પછી તેને ડિઝાઇન કરો. ડિઝાઇન પ્રમાણે કલરફુલ ઊન ખરીદો. ધ્યાનમાં રાખો કે બાળકો, છોકરાઓ અને છોકરીઓ માટે ઊનનો રંગ અલગ હોવો જોઈએ.
  • હંમેશાં વધુ ઊન ખરીદો. જેથી, પાછળથી ખૂટી જવાની ચિંતા ન રહે. જો ઊન વધશે તો પછી તેનો ઉપયોગ વિવિધ કામમાં કરી શકાશે. ઊનનો રંગ પાક્કો છે કે કાચો એ ચકાસવા તેને કાપડ પર ઘસીને જૂઓ.
  • વણાટ કરતી વખતે તે અધવચ્ચે ન મૂકી દો. જો તમે જરૂરી કામ કરવા માટે ઊભા પણ થઈ રહ્યા હો તો ગુંથેલા ઊનની એક ગાંઠ ખોલો અને તેને નવી રીતે ગુંથો.
  • ગુંથતી વખતે રૂમમાં યોગ્ય લાઇટ આવવી જરૂરી છે. ઓછો પ્રકાશ આંખને નુકસાન પહોંચાડે છે. નંબર 10 અને 12ની સોય સાથે સ્વેટરની નેકલાઇન બંધ કરો. ડિઝાઇન દાખલ કરતી વખતે જાડી સોયનો ઉપયોગ કરો. આ વણાટને વધુ સારું બનાવશે.
  • સોય સારી ગુણવત્તાની હોવી જોઇએ. નાની સોયથી સ્વેટર ગુંથી શકાય છે અને લાંબી સોયથી શાલ અને સ્ટોલ ગુંથવામાં આવે છે. ગળું બનાવવા માટે બંને પ્રકારની સોયનો ઉપયોગ કરો.