For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હોઠ થઈ ગયા હોય કાળા તો આ 4 વસ્તુઓથી કરો તેને પિંક પિંક

Updated: Sep 12th, 2019

હોઠ થઈ ગયા હોય કાળા તો આ 4 વસ્તુઓથી કરો તેને પિંક પિંક

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

નિયમિત લિપસ્ટીક કરવાથી અને અનિયમિત જીવનશૈલીના કારણે યુવતીઓને નાની ઉંમરમાં હોઠ કાળા થયા હોવાની ફરિયાદ રહે છે. હોઠનો રંગ કાળો થઈ ગયો હોય તો તેને કુદરતી રીતે પિંક કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરવા જોઈએ. આ ઉપાયથી હોઠ કુદરતી રીતે ગુલાબી અને નરમ થશે. 

Article Content Imageહોઠની કાળાશનું કારણ ઘણી વસ્તુઓ બને છે. તડકો, હાઈડ્રેશનની ખામી, સ્મોકિંગ, ટૂથપેસ્ટ, લિપ બામ કે લિપસ્ટિક કે કેફીનનું વધારે સેવન. કેટલાક લોકોને હોઠ ચાવવાની પણ ટેવ હોય છે જેના કારણે હોઠ કાળ પડવા લાગે છે.

Article Content Imageકેટલીક વાર મેડિકલ ટ્રીટમેન્ટના કારણે પણ હોઠ કાળા થઈ જાય છે. શરીરમાં લોહીની ખામી હોય, કીમોથેરાપી કરી હોય, વિટામિન્સની ખામી હોય તો પણ હોઠ કાળા થઈ જાય છે. 

હોઠની કાળાશ દૂર કરવા ટ્રીટમેન્ટ પણ કરાવી શકાય છે. પરંતુ જો ઘરગથ્થુ ઉપચારથી કામ થતું હોય તો તેનાથી બેસ્ટ કોઈ વિકલ્પ ન હોય. કયા કયા છે આ ઉપાયો જાણી લો આજે તમે પણ. એક સ્ટડી અનુસાર સિટ્રસ એસિડથી ભરપૂર ફળની છાલ મેલાનિનને ઓછું કરે છે.

Article Content Imageમેલાનિન જ ત્વચાની કાળાશનું કારણ હોય છે. તેથી રોજ રાત્રે સૂતા પહેલા લીંબૂ કાપી તેનો રસ હોઠ પર લગાવવો. થોડીવાર મસાજ કરી અને તેને રાત્રે તેમ જ રહેવા દો. આ ઉપાય 30 દિવસ સુધી કરવાથી હોઠ પિંક થઈ જશે. 

Article Content Imageએક ચમચી બીટનો રસ લઈ તેમાં 1 ચમચી મલાઈ ઉમેરો. તેનાથી હોઠ પર હળવા હાથે 10 મિનિટ સુધી મસાજ કરો. આ ઉપાય પણ રોજ રાત્રે કરવો તેનાથી થોડા જ દિવસમાં ફરક જોવા મળશે.

Article Content Imageએલોવેરા જેલને હોઠ પર લગાવી તે સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવી. હોઠ સુકાઈ જાય ત્યારબાદ હુંફાળા પાણીથી તેને ધોઈ લો. રોજ હોઠ પર તાજું જેલ જ લગાવવું. તેનાથી પણ મેલાનિનનું સ્તર ઘટે છે. 

Article Content Imageઅડધી ચમચી હળદરમાં દૂધ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને હોઠ પર લગાવી 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઈ અને મોઈશ્ચરાઈઝર લગાવો. 


Gujarat