For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દાયકાઓ જૂના સંબંધોને લીધે અમૃતસરના આયાતકારો શાખ ઉપર જ કાબુલમાંથી સૂકો મેવો મંગાવે છે

Updated: Sep 15th, 2021

દાયકાઓ જૂના સંબંધોને લીધે અમૃતસરના આયાતકારો શાખ ઉપર જ કાબુલમાંથી સૂકો મેવો મંગાવે છે

- ઇન્ટીગ્રેટેડ-ચેક-પોસ્ટ (ICP) નાં ગોડાઉનોનાં લીક થતાં છાપરાને લીધે વરસાદનું પાણી ટપકતાં ઘણો માલ બગડી પણ જાય છે

તે સર્વ વિદિત છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે તો સૈકાઓથી રાજકીય તેમજ વ્યાપારી સંબંધો રહ્યા છે. ૧૭૩૬ના નાદીરશાહના આક્રમણ પછી રાજકીય સંબંધોમાં તો ઓટ આવી ગઇ હતી છતાં વ્યાપારીઓ વચ્ચે તો સંબંધો રહ્યા જ હતા. છેલ્લા બે એક વર્ષથી અફઘાનિસ્તાનમાં વ્યાપેલી અંધાધૂંધીને લીધે બંને દેશો વચ્ચેનો વ્યાપાર ઠપ્પ રહ્યો હતો, જે ફરી શરૂ થઈ ગયો છે અને અમૃતસરના સૂકા મેવાના વ્યાપારીઓ પહેલાં મગાવતા હતા, તે જ રીતે કાબુલમાંથી સૂકો મેવો આયાત કરી રહ્યા છે. અમૃતસરની મજીઠ-મંડી સૂકામેવાનું મુખ્ય બજાર છે.

અમૃતસર સ્થિત આયાતકાર અનિલ મહેરા કહે છે કે, 'સમગ્ર વ્યાપાર અત્યારે તો શાખ ઉપર જ ચાલે છે. જો કે, માત્ર જૂના આયાતકારોને જ માલ મળી શકે છે. જે શાખ ઉપર (ઉધાર) મળે છે. જોકે, નવા આયાતકારોને માલ મળી શકતો નથી, તે સહજ છે. કાબુલમાં બેન્ક ઓફ કાબુલ હજી કાર્યરત નથી થઈ કારણ કે તેના કર્મચારીઓ હજી ફરજ ઉપર હાજર નથી થયા.

મુશ્કેલી તે છે કે તાજેતરમાં પડેલા વરસાદને લીધે ICP ઇન્ટીગ્રેટેડ-ચેક-પોસ્ટ સ્થિત ગોડાઉનો લીક થતાં હોવાથી તાજેતરના વરસાદમાં સૂકા-મેવા ઉપર પાણી ટપકતાં ઘણો બધો માલ બગડી પણ ગયો છે. તેમ અનિલ મહેરાએ જણાવ્યું હતું. આ ICP અમૃતસરથી ૩૬ કી.મી. દૂર રહેલી અત્તારી-વાઘ નજીક આવેલું છે.

અનિલ મહેરાએ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, અમારી પાસેથી ગોડાઉનમાં માલ રાખવા માટે ભારે ચાર્જ લેવાય છે. છતાં ગોડાઉનોની આ સ્થિતિ છે. એક ટ્રક ભરીને આવેલા માલ માટે રૂ. ૨૨,૦૦૦ જેટલો ચાર્જ લેવાય છે. જે ગોડાઉનમાં માલ ઉતારીએ તે પહેલાં જ લઈ લેવામાં આવે છે. છતાં ગોડાઉનોની આ સ્થિતિ છે.

આ સંબંધે ગોડાઉનની દેખભાળ કરતા અધિકારીએ કહ્યું હતું કે, છાપરાં ઉપર સોલા-પેનલ્સ લગાડવાની હોવાથી તેના નટ-બોલ્ટ ફીટ કરવા માટે આ કાણાં પાડવામાં આવ્યાં છે.

બીજી તરફ અફઘાન નિકાસકારોએ સૂકામેવાના ભારતીય વ્યાપારીઓને તેમના નાણાં ઇરાન કે UAE દ્વારા (તેની બેન્કો દ્વારા) મોકલવાનું જણાવ્યું છે. અફઘાન નિકાસકારોને પણ પૈસાની જરૂર હોય જ તેથી આવો વચલો રસ્તો દર્શાવ્યો છે.

Gujarat