For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પોરબંદરમાં મહાત્માગાંધીની હુંડી અને બાપુના સિક્કાનો સંગ્રહ

- ચાંદીના સિક્કા રીઝર્વ બેંકે બહાર પાડયા હતા

- આજથી 71 વર્ષ પહેલાં રાષ્ટ્રીય સમારકનિધિ દ્વારા ગાંધીજીની હૂંડી બહાર પાડવામાં આવી હતી

Updated: Sep 29th, 2020

પોરબંદરમાં મહાત્માગાંધીની હુંડી અને બાપુના સિક્કાનો સંગ્રહ

પોરબંદર, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર

પોરબંદરમાં મહાત્મા ગાંધીની હુંડી અને બાપુના સિક્કાનો સંગ્રહ ઉપલબ્ધ છે અને તેના સંગ્રહકારે લોકોને ઓનલાઈન જાણકારી આપી હતી.

અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી હોય જેને કારણે દરેક તહેવાર ઘરમાં જ સાદગીથી લોકો ઉજવતા હોય છે. તારીખ બીજી ઓકટોબરે પોરબંદરના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ હોય ત્યારે એન્ટિકના સંગ્રહકાર વેપારી આગેવાન શૈલેષભાઈ ઠાકર દ્વારા પણ મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિતે લોકોને ઓનલાઈન વોટસએપ કોલ દ્વારા ચરખા જયંતિ નિમિતે મહાત્મા ગાંધીજીની હુંડી બહાર પાડવામાં આવેલ, ૧૯૪૯માં ભારત સરકારે નવી સ્થાપેલી નેશનલ ગાંધી મેમોરીયલ ટ્રસ્ટ માટે  ભંડોળ ઉભું કરવાની ઝુંબેશ શરૂ કરી ત્યારે પહોંચ સ્વરૂપે આપવામાં આવતી તેમજ ચાંદીના સિક્કા રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ તે પણ બતાવવામાં આવેલ. આમ બાળકોમાં પોરબંદરના પનોતા પુત્ર તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશેની નોટ તથા સિક્કાની માહિતી સાથે દેશભાવના જાગે એ માટે ગાંધી જન્મજયંતિ પ્રસંગે ગાંધીજીના મૂલ્યો અને સિધ્ધાંતોને યાદ કરવામાં આવેલ હતાં.

Gujarat