For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટેન્શન - એટેન્શન .

Updated: Oct 25th, 2022

ટેન્શન - એટેન્શન                              .

- જેની લાઠી તેની ભેંસ-મધુસૂદન પારેખ

- એને એના ફ્રેન્ડ સાથે જવા દઉં છું. પણ એ જાણે નહિ તેવી એક સી.આઈ.ડી.ની એક જરા જાણીતાની જાસુસી કરાવું છું.

'જ લદી કરને મમ્મી, જલદી કર. હમણાં મનોજ બોલાવવા આવી જશે. અરે, કેટલી વાર કહે છે ? ' માનસી આકળી થતી જતી હતી. ગરબામાં એનો ઉત્સાહ અદમ્ય હતો. ખાસ મનોજને કારણે. બંનેની પેર સારી જામી હતી.

મમ્મીય ચિડાતી હતી: 'ઉતાવળ તે કેટલી કરું ?'

એવામાં માનસીના  પપ્પા બહારથી આવ્યા. એ આધેડ ઉંમર વટાવી ચૂક્યા હતા.

માનસીની રઘવાય ભરી ચીડથી એમનો રોષ ભભુકી ઉઠયો: 'ગરબામાં જવાનું નથી.' પપ્પાના વટ હુક્મથી મા દીકરી બંને ગલવાઈ ઉઠયાં.

'અરે, પણ આજે તો ગરબામાં હરીફાઈ જેવું છે' એ અને મનોજની એમાં જોડી હતી.

માનસી લગભગ રડી પડી: 'મમ્મી, મમ્મી ! આજે તો અમારી પેરની કસોટી છે. જો નહિ જાઉં તો...'

'નથી જ જવાનુ ! તારા વિના કસોટી અટકી નહિ પડે. બે બે દિવસથી મમ્મીને ખરું ખોટું સમજાવીને પેલા નવરાઓ સાથે ગરબે રમવા નીકળી પડે છે !'

મમ્મીએ જરા બ'તાબી'તા બચાવ કર્યો: મનોજ તો જાણીતો છે બંને સાથે એક જ ક્લાસમાં છે

'એમાં જ પ્રોબ્લેમ થાય છે ! આપણને એવી ફ્રેન્ડશીપ ના પાલવે. છોકરો કેવો છે કેવો નહિ કોણ તપાસ કરવા ગયું છે ?'

માનસી રડવા માંડી. એનાં ડુસકાંથી મમ્મીબેચેન બની ગઈ. બાપને ભલે દીકરો વહાલો હતો પણ મમ્મીને તો માનસી જ સર્વસ્વ હતી.

મનોજે બહારથી 'માનસી, માનસી' બીકવીક જલદી કર. આપણી પેર મોડી પડશે.'

પપ્પા 'પેર' શબ્દ સાંભળીને ચમકી ગયા. એમ ? ગરબામાં નવરાઓ સાથે 'પેર' બનાવવા જાય છે. નથી જવાનું. જા. તારા રૂમમાં જઇને બેસ.'

પપ્પાનો વટહુક્મ આવ્યો.

માનસી મોટેથી ડુસકાં ભરતી ઝડપથી એના રૂમમાં ગઈ.

'ભલે રડતી. ગરબામાં' નથી જ જવાનું.' માનસીની મમ્મી બરાબર ખિજવાઈ. 'તમને કંઇ ભાન છે કે નહિ ?'

'માનસીના પપ્પા જરા આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યા.'

'અરે આજકાલનાં છોકરા છોકરીને તમે જાણતા નથી. છાપાંમાં રોજ આવે છે. તે વાંચો છે કે નહિ ?'

પપ્પા જરા નવાઈ પામ્યા: મમ્મીએ ધીમેથી કહ્યું: 'અરે છોકરી જીદે ચડીને  તો જીવ ખોઈ બેસશે આપઘાત કરી નાખશે.'

પપ્પા જરા ચમક્યા: થોડો બચાવ કરવા માંડયા: 'ત્યારે આપણી દીકરીને ગમે તેવા મવાલી સાથે ભટકવા મોકલીએ ?'

મમ્મી સખત ચિડાઈ: 'માનસી ભટકવા જાય છે તમે છોકરી માટે આ શું બોલો છો જરા ભાન રાખો.'

આપણી જ ઉછેરેલી લાડકી દીકરી માટે આવી શંકા ? છોકરી કંઇ કરી બેસે તો પછી પસ્તાજો પેટ ભરીને ?

પપ્પા જરા ચોંક્યા. માનસીએ રૂમમાં જઇને અંદરથી બારણાં બંધ કરી દીધાં હતાં.

મમ્મીએ એમને જરા ચોંકાવ્યા:'એણે રૂમમાંથી બારણાં બંધ કરી દીધા છે' અંદર કંઇ આડું અવળું કરી બેસશે તો ?

પપ્પા હવે જરા ચિંતામાં પડયા. છાપામાં વારંવાર નાસિપાસ થયેલા કિશોર કિશોરી ગળે ફાંસો ખાઈને આપઘાત કરતાં હશે.

પપ્પા જરા ચિંતામાં પડયા: 'મેં ક્યાં એવું કશું એને કહ્યું છે. માત્ર ગમે તેવા અજાણ્યા છોકરા સાથે ગરબામાં જવાની ના પાડી છે ! તું એને જરા સમજાવ.'

'પણ એ બારણાં ઉઘાડે 

તો ?'

મમ્મીે બહુ લાડભર્યા અવાજે 'માનસી, માનસી બેટા ! બારણાં ઉઘાડ તારે ગરબામાં જવું હોય તો જજે. પપ્પાએ હા પાડી છે.'

માનસી આંખો લૂછતી ડુસકાં દબાવતી બહાર નીકળી.

મમ્મીએ પપ્પાની હાજરીમાં જ માનસીને 'બેટા, બહુ મોડે સુધી રોકાતી નહિ. અને ગમે તેવા છોકરા સાથે ફ્રેન્ડશીપ ના કરીશ.' ગરબા પતે કે વહેલી ઘરે આવી જજે.

મમ્મીનો સધિયારો મળ્યો એટલે એને હાશ થઇ ગઈ.

બહાર મનોજ વિચારમાં સ્કૂટર પાર્ક કરીને ઉભો હતો. માનસીને કેમ બહુ વાર થઇ ? એની એને ચટપટી થવા માંડી હતી.

એવામાં માનસીની મમ્મીએ જ એને ઓટલા પર જઇને કહ્યું: 'થોડીવારમાં આવે છે.'

માનસી થોડી વારે રૂદનનો શોકનો પરિવેશ છોડી જરા મલકાતી, સાજ જરા સરખા કરી, પપ્પાને પગે લાગી. પપ્પા રીઝ્યા: 'બેટા, વહેલી આવી જજો હોં !'

એક પરિવારનું ટેન્શન ઉકલી ગયું. એ પરિવારના પડોશીએ કહ્યું: 'મારે એ એવો જ પ્રોબ્લેમ છે હવે છોકરીઓ માનતી જ નથી. અને આપણને એ ગમે તેવું પગલું ભરી દે એની ચિંતા થઇ જાય છે.'

માનસીના પપ્પાએ કહ્યું: 'તમે છોકરીને જવા દો છો ?'

'છુટકો છે કંઇ' ના કહીએ તો...

જમાનો બહુ ખરાબ છે. મમ્મીની સલાહ હું માનું છું. એને એના ફ્રેન્ડ સાથે 

જવા દઉં છું. પણ એ જાણે નહિ તેવી એક સી.આઈ.ડી.ની એક જરા જાણીતાની જાસુસી કરાવું છું.

એ દીકરીનું ધ્યાન રાખે છે. એ ટલે આપણે નિરાંત. દીકરીય રાજી અને જાસુસીની વાત જાણે ય નહિ અને આપણને બધો રિપોર્ટ મળતો રહે.

માનસીના પપ્પા આશ્ચર્યથી એમની તરકીબ સાંભળી રહ્યા.

Gujarat