For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કર્મચારીએ કચેરીમાં તોડફોડ કરી, પાલિકા ઉપ પ્રમુખે તેને તમાચો માર્યો: સાચું કોણ ?

- ચોટીલા પોલીસમાં બબ્બે અરજી આપતા સસ્પેન્સ

- પાલિકા ઉપપ્રમુખ અને કર્મચારીની સામસામે જાનથી મારી નાખવાની ધમકીની પોલીસમાં રજૂઆત

Updated: Dec 9th, 2019

કર્મચારીએ કચેરીમાં તોડફોડ કરી, પાલિકા ઉપ પ્રમુખે તેને તમાચો માર્યો: સાચું કોણ ?

ચોટીલા, તા. 9 ડિસેમ્બર 2019,સોમવાર

ચોટીલા પોલીસમાં પાલિકાનાં એક કર્મીએ પ્રાંત કચેરીની લોબીમાં પાલિકાનાં કામોના ટેન્ડરના સેટીંગની વાતને લઈને આગેવાનો સહિતનાં લોકોએ ઘેરી લઇ પાલિકા ઉપ પ્રમુખે ધોલ ધપાટ કરી જાન મારી નાખવાની ધમકી આપ્યાની અરજી કરી છે, તો સામે પાલિકા કચેરી ખાતે તે કર્મચારીએ અપશબ્દો બોલી કોમ્પ્યુટરની તોડફોડ કરી ઉપ પ્રમુખને જાનથી મારી નાખ્યાની ધમકી આપ્યાનું જણાવતા યોગ્ય કાર્યવાહી કરવા સી.ઓ એ પોલીસને લેખીત જણાવતા સમગ્ર મામલે ચકચાર મચેલ છે.

પોલીસમાં બે લેખીત અરજીઓ પૈકીનાં અરજદાર હર્ષદ ત્રિવેદીએ જણાવેલ છે કે બપોરનાં દોઢેક વાગ્યાના અરસામાં તે પ્રાંત અધિકારીની કચેરીમાં ઉપરની લોબીમાં બેઠા હતા તે દરમિયાન જયદિપભાઇ ખાચર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રતાપભાઇ ખાચર, વિરજીભાઇ પલાળીયા એક અજાણી વ્યક્તિ અમારી તરફ આવેલ અને હિતેન્દ્રસિંહે કહેવા લાગેલ કે ગામમાં એવી વાત કરો છો કે હાલમાં નગરપાલિકાનું ટેન્ડર બહાર પાડેલ છે તે અમારા સુરેન્દ્રનગરનાં અંગત સંબંધીને ટેન્ડર આપવાની ગોઠવણ અગાઉથી કરી નાખેલ છે. 

જેના જવાબમાં અમોએ આવુ કહેલ નથી જે મુજબની ચાલુ ચર્ચા દરમિયાન સામે ખુરશીમાં બેઠેલા જયદિપભાઇ એકદમ ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલવા લાગેલ જેઓ પાચ વ્યક્તિ હોય બધાએ ધેરી લીધેલ હોય અને જયદિપભાઇએ મોઢા ઉપર લાફો મારી તને જાનથી મારી નાખવાનો છે, બધાની હાજરીમાં ફરીયાદ કરવાનું કહેતા ફરીયાદનું પરિણામ સારૂ નહી આવે તેમ કહી અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બાઇકની ચાવી જીજ્ઞોશભાઇ પલાળીયાએ કાઢી લઈ ફરીયાદ ન કરવા સમજાવવાની કોશિશ કરી ઘટનાની પોલીસ અધિકારીને વાકેફ કરેલ જે અનુસંધાને લેખીત અરજી કરી એફઆઈઆર દાખલ કરવા અરજદારે માંગ કરેલ છે.

જ્યારે ચોટીલા પાલિકાનાં લેટર પેડ ઉપર ચીફ ઓફીસરે પોલીસને લેખીતમાં આપી જણાવેલ છે કે પોણા બાર વાગ્યાના અરસામાં પાલિકાના કર્મચારીઓ પોતપોતાની કામગીરીમાં હતા તે દરમિયાન નગરપાલિકાનાં કર્મચારી હર્ષદ બી. ત્રિવેદી પાલિકામાં આવી કોમ્પ્યુટરની તોડફોડ કરી અપશબ્દનો ઉપયોગ કરી ઉપપ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેવુ ઉપપ્રમુખ જયદિપભાઇ ખાચરે જણાવ્યું હતું જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા ઘટનાનાં પાચ સાક્ષીઓના નામ સાથે ચોટીલા પોલીસને જણાવેલ છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ કાર્યવાહી હાથ ધરાશે: પોલીસ

પાલિકામાં કર્મચારીએ કરેલ કોમ્પ્યુટર તોડફોડની ઘટના, ઉપપ્રમુખ અને કર્મચારીની એક બીજાને જાનથી મારી નાખવાની ધમકી લેખીત અરજીમાં ખરેખર શું આ અંગે પોલીસને પુછતા જણાવેલ કે બન્ને અરજી અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે જેમા બન્ને કચેરી અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજને પણ ચકાસવામાં આવશે અને ખરેખર કોની ફરીયાદમાં શું સત્ય તેની  તપાસ હાથ ધરવામાં આવશે. હાલ સમગ્ર મામલે શહેરમાં ચકચાર મચેલ છે. 

Gujarat