નડિયાદમાં બેફામ નબીરાએ ટક્કર મારતા લારી ચાલક બીજી કાર સાથે અથડાયો, કારમાંથી દારૂની બોટલ મળી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Nadiad Accident: હજી તો અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલ અકસ્માતની ઘટના લોકોના મગજમાંથી ગઈ નથી. છતાંય એક બાદ એક અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકો અકસ્માત સર્જે છે અને નિર્દોષોને એનો ભોગ બનવું પડે છે. વડોદરામાં પણ થોડા દિવસ પહેલા એક મહિલા પીધેલી હાલતમાં ગાડી ચલાવી રહી હતી અને અનેક વાહનોને ટક્કર મારી હતી. જે બાદ ખેડા જિલ્લાના નડિયાદમાં પણ એક પુરુષે પીધેલી હાલતમાં કાર ચલાવી એક હાથ લારીને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં ડિવાઇડર અને ઇલેક્ટ્રીક પોલને નુકસાન થયું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ઘટનાની ગંભીરતાને લઈને નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી દારૂ પીને કાર ચલાવનાર ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોલેજ રોડ પર દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો

નડીયાદમા કોલેજ રોડ વિસ્તારમાં એક કારે વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત આયુર્વેદિક હોસ્પિટલ સામે ફુલ નશાની હાલતમાં બેફામ કાર હંકારી કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. એટલું જ નહી અકસ્માત કરનારની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ કાર પરપ્રાંતિય રવિ સિંઘે નશાની હાલતમાં બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો અને લારી ચાલકને ટક્કર મારતા લારી ચાલક ઉછળીને બીજી કાર પર અથડાતા ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે 108 વાન મારફતે નડીયાદની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પહેલા તો આયુર્વેદિક હોસ્પિટલ સામે ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે કાર અથડાઈ હતી અને લારી ચાલકને ટક્કર મારી હતી. જેને લઈ પાછળથી આવતી કાર આ કાર સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા નડીયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કારમાંથી દારૂની બોટલ મળી

આ અંગે નડીયાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ હરપાલસિંહ ચૌહાણ સાથે ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી અને એક ચાલક ગફલતભરી રીતે પોતાની કાર ચલાવતો હતો. તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ ઘટના બની. જેમાં કાર ચાલક પીધેલી હાલતમાં હોવાથી તેની અટકાયત કરી ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સુધી અન્ય કોઈ વ્યકિતએ ફરીયાદ નોંધાવેલ નથી અને હાલ કાર ચાલક પરપ્રાંતિય રવિ સિંઘની પોલીસે અટકાયત કરી છે.

ADVERTISEMENT

લારી ચાલકની હાલત ગંભીર

તો આ ઘટના નજરે જોનાર પાર્થના જણાવ્યા અનુસાર, “હું અને મારા ભાઈઓ જમીને આવતા હતા. અમે આવતા હતા ત્યારે અમારી બાજુમાંથી પૂર ઝડપે આ કાર નીકળી હતી. અને અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ પાસે અચાનક એ કારે એક સાયકલ લારીવાળાને ઉડાડ્યો અને કાર ચાલકે સંતુલન ગુમાવતા તે ડિવાઇડરમાં અથડાયો અને ઇલેક્ટ્રિક થાંભલાને અથડાયો અને અમારી ગાડી પાછળ હતી જેથી અમારી ગાડી એ ગાડીની પાછળ અથડાઈ અને લારીવાળો જે અથડાઈ ને ઉછળ્યો હતો એ આગળની ગાડીમાં અથડાયો. કાર ચાલકે ડ્રીંક કરેલું હતું અને ગાડીમાં પણ દારૂની બોટલ મળી આવી છે. લારી વાળા ભાઈ છે એમને વધારે વાગ્યું છે અને એમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં લઈ ગયા છે.”

ADVERTISEMENT

(હેતાલી શાહ)

 

    follow whatsapp

    ADVERTISEMENT