You are on page 1of 2

આતંકવાદ

સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં આતંકવાદ


મિત્રો, આતંકવાદને ‘ઓસામાવાદ’ તરીકે ઓળખી શકાય તેવો ટેરર ઉત્પન્ન કરનારનું પણ આખરેપતન થયું. પણ આ
આતંકવાદને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નરૂપે કે નિબંધલેખનમાં સામેલ કરી શકાય તેવી માહિતી સ્વરૂપે જાણીએ.

આતંકવાદ:અર્થ: આતંક = ભય -વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા.

સામાન્ય વ્યાખ્યા:‘આતંકવાદ એટલે એવો રસ્તો કે ઉપાય જેમાં એક સંગઠિતસમૂહ અથવા જૂથ પોતાના નિશ્વિત હેતુઓની પ્રાપ્તિ માટે
હિંસાનો યોજનાબદ્ધઉપયોગ કરે છે .’

ભારત સરકારના સંદર્ભમાં વ્યાખ્યા:સરકાર અથવા સામાન્ય જનતાને આતંકીતકરવી, વિભિન્ન વર્ગોમાં વૈમનસ્ય વધારવું તથા
કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાનાહેતુથી બોમ્બવિસ્ફોટ કરવો, ભયાનક શસ્ત્રનો પ્રયોગ કરવો, જાહેર સંપત્તિનેનષ્ટ કરવી તથા આવશ્યક
સેવાઓમાં ભંગાણ પાડવા જેવા નકારાત્મક કાર્યો નેઆતંકવાદી કૃત્ય કહેવામાં આવે છે .

આતંકવાદની વિશેષતાઓ: આતંકવાદમાં નીચેનાનો સમાવેશ થાય.

૧. રાજ્ય તથા સમાજવિરોધી કૃત્ય છે .

૨. સમાજ અમાન્ય અને ગેરકાયદે કૃત્ય

૩. આમાં હિંસાનોપ્રયોગ એવી રીતે કરાય છે કે આતંકવાદી ઘટનાનો વધુને વધુ પ્રચારપ્રસાર થાય.લોકોનું, વિશ્વનું તે તરફ ધ્યાન
ખેંચાય.

૪. હિંસા તથા હિંસાની ધમકીઓ

૫.જનસામાન્યમાં હતાશા, લાચારી અને ભયનું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે છે .

આતંકવાદના કારણો:

આજે સમગ્ર વિશ્વ આતંકવાદની આગમાં સળગી રહ્યું છેત્યારે ભારત જેવો વિશાળ લોકશાહી દેશ છેલ્લા બે દશકાથી વધુ
સમયથી આ સમસ્યાથીગ્રસ્ત અને ત્રસ્ત છે . સાથે સાથે વિશ્વનો સૌથી લોકશાહી દેશ યુ.એસ.એ. પણઆતંકવાદનો સૌથી કડવો આસ્વાદ
માણી ચૂકયો છે અને તેના બદલામાં જ તેણેઆતંકવાદના સૌથી મોટા આકાને તાજેતરમાં ઢાળી દીધો છે . આતંકવાદના કારણોવિસ્તાર
અને પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે . મુખ્ય કારણો નીચે મુજબ ગણી શકાય.
૧. કોઇ પણ ક્ષેત્ર/ વિસ્તારમાં ઓળખ (identity crisis)ની સમસ્યા. દા.ત. રશિયામાં ચેચેન્યાનું સ્વરૂપ

૨. નબળી સામાજિક આર્થિક પરિસ્થિતિ. ઉ.દા. નેપાળમાં માઓવાદી.

૩. રાજકીયકારણો કોઇ રાષ્ટ્ર કે વિસ્તારમાં કોઇ ચોક્કસ સમુદાય ને રાજ્ય સત્તામાંપૂર્ણ પ્રતિનિધિત્વ ન મળવા કે તેના અધિકારોનું હનન
કરવું જેમ કેશ્રીલંકામાં તામિલોના હિતો માટે લડેલ LTTE સમુદાય.
૪. ધાર્મિક ભાવનાઓ/ ધર્મઝનૂનના કારણે આતંકવાદ, પોતાના ધર્મપ્રત્યે અસુરક્ષા/ અસલામતીની લાગણી.
દા.ત. જમ્મુ-કાશ્મીરનો આતંકવાદ. આ પ્રકારના આતંકવાદમાં ધાર્મિક પરિબળ રાષ્ટ્રભાવના તરીકે ઉપસતું હોય છે .

આતંકવાદના પ્રકાર:

1
આતંકવાદ

(A) ૧. રાજકીય આતંકવાદ, ૨. સાઇબર આતંકવાદ, ૩. જૈવ આતંકવાદ, ૪. ધાર્મિક આતંકવાદ (સ્વાત ઘાટી)
(B) ૧. સીમા પારનો આતંકવાદ પડોશી દેશમાં આતંકવાદના માધ્યમથી દેશમાંઅસ્થિરતા (પાકિસ્તાન), ૨. વિચારધારાત્મક આતંકવાદ
ધર્મના આધાર વગર કોઇવિચારધારાથી પ્રેરિત થવું. દા.ત. માઓવાદ , નકસલવાદ, ૩. આંતરરાષ્ટ્રીય આતંકવાદ
દા.ત. અલ કાયદા વગેરે દ્વારા ચલાવાતો આતંકવાદ

દુ નિયાના મહત્વપૂર્ણ આતંકવાદી સંગઠનો:


૧. ULFA - United Liberation Force of Aassam- બોડો - LTTE

૨. અલકાયદા

૩. હમાસ- હજિબ્બુલ્લાહ (લેબેનોન)

૪. આઇરીશ રીપબ્લિકન આર્મી (આર્યલેન્ડ)

૫. જૈશ-એ-મોહમ્મદ (પાકિસ્તાન)

આતંકવાદ રોકવાના ઉપાય :


(A) ટૂંકાગાળાના/ તાત્કાલિક ઉપાય: સર્વપ્રથમ આતંકવાદી સંગઠનો પર સુરક્ષાબળોના માધ્યમથી ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ.
(B) લાંબાગાળાના/ દીર્ઘકાલિક ઉપાયો .

(સ્પાર્કપ્લગ: કેળવણી એટલે બહારના કપરા પડકારોને ભીતરના થડકાટ વગર સામનો કરવાની વ્યક્તિત્વ ઘડતરની પ્રક્રિયા.)

You might also like