બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મુંબઈ / bombay high court said that beating scolding students by teacher is not a crime

અનુશાસન / શાળામાં વિદ્યાર્થીને માર મારવો અને ધમકાવવો કોઈ અપરાધ નથી: બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે આપ્યો મોટો ચુકાદો

Vaidehi

Last Updated: 04:43 PM, 3 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે નિર્ણય સંભળાવ્યો કે સ્કૂલમાં છાત્રોને અનુશાસન શિખવાડવા માટે વઢવું કે પીટવું એ અપરાધ નથી...

  • બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચનો નિર્ણય
  • 'છાત્રોને વઢવું કે પીટવું એ અપરાધ નથી'
  • શિક્ષક પર 2 વિદ્યાર્થીઓને પીટ્યાનો હતો આરોપ 

બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે નિર્ણય સંભળાવતાં કહ્યું કે સ્કૂલમાં અનુશાસન જાળવી રાખવા માટે કોઈપણ બાળકને વઢવું કે તેને યોગ્ય સજા આપવી અપરાધ નથી. કોર્ટે એક પ્રાથમિક સ્કૂલ શિક્ષકની સજાનાં આદેશને પલટતાં આ નિર્ણય જાહેર કર્યો હતો. આ શિક્ષક પર સ્કૂલનાં 2 બાળકો પર લાકડીથી માર માર્યાનો આરોપ લાગેલ હતો જેના માટે તેને એક દિવસની જેલ અને એક લાખ રૂપિયાનાં દંડની સજા સંભળાવવામાં આવી હતી. 

'આ કોઈ અપરાધ નથી.'
મામલાની સુનાવણી કરતાં ભરત દેશપાંડેની સર્વોચ્ચ ન્યાયાલયની એકલ ન્યાયાધીશ પીઠે નિર્ણય સંભળાવ્યો. તેમણે કહ્યું કે, 'પ્રાથમિક વિદ્યાલયમાં આ ઘટના સામાન્ય છે. છાત્રોને અનુશાસિત કરવા અને સારી આદતોને વિકસિત કરવા માટે શિક્ષકોને ક્યારેક સખ્તાઈ દર્શાવવી પડે છે. આ કોઈ અપરાધ નથી.'

'સ્કૂલનો ઉદેશ્ય માત્ર એકેડેમિક વિષયોને ભણાવવું નથી'
કોર્ટે કહ્યું કે, 'છાત્રોને શાળાએ એટલા માટે મોકલવામાં આવે છે જેથી તે શિક્ષણની સાથે જ જીવનનાં અન્ય પાસાંઓનાં વિશે પણ જાણી શકે-સમજી શકે જેમાંથી એક અનુશાસન પણ છે. સ્કૂલનો ઉદેશ્ય માત્ર એકેડેમિક વિષયોને ભણાવવું નથી પરંતુ છાત્રોનાં જીવનનાં તમામ પાસાંઓને તૈયાર કરવાનું છે જેથી ભવિષ્યમાં તે સારા વ્યવહાર અને પ્રકૃતિનો વ્યક્તિ બની શકે. '

શું છે સમગ્ર મામલો?
આ ઘટના 2014ની છે જેમાં શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે બે બહેનોને પીટ્યું છે જેમાંથી એક પાંચ વર્ષની અને બીજી 8 વર્ષની હતી. નાની બહેન પોતાની બોટલનું પાણી પૂરું કર્યાં બાદ ક્લાસની બીજી છોકરીઓની બોટલમાંથી પાણી પી લીધું હતું. તેના બાદ મોટી બહેન બીજી ક્લાસમાંથી તેને જોવા માટે આવી હતી અને તેના લીધે શિક્ષકે બંનેને સ્કેલથી માર્યું હતું.

શિક્ષકોનું સમાજમાં સૌથી વધુ માન
કોર્ટે કહ્યું કે 'શિક્ષકોને સમાજમાં સૌથી વધુ સમ્માન આપવામાં આવે છે. તે આપણી શિક્ષા પ્રણાલી છે. જો શિક્ષકનાં મનમાં કોઈ આવા તુચ્છ મામલા માટે અને વિશિષ્ટરૂપે બાળકોને સાચીરીતે અનુશાસન શિખવાડતા સમયે આરોપોનો ભય રહેશે તો સ્કૂલોને સંચાલિત કરવું અને યોગ્ય શિક્ષાની સાથે અનુશાસનને જાળવી રાખવું મુશ્કેલ થશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ