બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / government schemes pmsby and pmjjby offer 4-lakh insurance protection only rs 456 yearly premium

ફાયદાની વાત / માત્ર 456ના વાર્ષિક પ્રીમિયમ પર મળશે રૂ. 4 લાખનો વીમો, અમીર કે ગરીબ! સૌ કોઇ લઇ શકે આ Schemeનો લાભ

Kishor

Last Updated: 05:53 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી 2 વીમા યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકને માત્ર 456 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 4 લાખ રૂપિયાનું વિમા સુરક્ષા કવચ મળે છે.

  • માત્ર 456ના વાર્ષિક પ્રીમિયમ પર મળશે રૂ. 4 લાખનો વીમો
  • તમામ વર્ગના લોકો લઇ શકે આ Schemeનો લાભ
  • રકમ થઈ જાય છે ઓટો ડેબીટ

મોદી સરકાર ખેડૂતો, ગરીબ પરિવાર અને સામાન્ય નાગરિક સહિત દરેક વર્ગના વિકાસ માટે અનેક પ્રકારની કલ્યાણકારી સામાજિક યોજનાઓ બહાર પાડી છે. આ યોજનાઓમાં અનેક એવી યોજનાઓ છે જેના વિશે લોકોને જાણકારી હોતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી 2 વીમા યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકને માત્ર 456 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 4 લાખ રૂપિયાનું વિમા સુરક્ષા કવચ મળે છે.

વરસાદને કારણે કારને નુકસાન થાય તો શું વીમા કંપની તેની ભરપાઈ કરશે? Car  Insurance લેતા સમયે ખાસ આ વાતોનું રાખો ધ્યાન | Insurance company cover if  the car gets damaged due to

4 લાખ રૂપિયાનું જોખમ સુરક્ષા મળે છે

સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ચલાવી રહી છે. આ બંને સરકાર સમર્થિત ઇન્શ્યોરન્સ સ્કીમમાં દેશના સામાન્ય નાગરિકને 2-2 લાખ રૂપિયા એટલે કે ટોટલ 4 લાખ રૂપિયાનું જોખમ સુરક્ષા મળે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માત્ર 436 રૂપિયાનું વાર્ષિક પ્રિમિયમ છે જેમાં 2 લાખ રૂપિયાની વીમા સુરક્ષા મળે છે. જો કે આ ઇંશ્યોરન્સ સ્કીમ માત્ર 18થી 50 વર્ષની ઉંમરના વ્યક્તિના લોકો લાભ લઇ શકશે.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 1 જુનથી 31 મે સુધી એક વર્ષની અવધી માટે હોય છે. ત્યારબાદ દર વર્ષે નક્કી કરેલા સમયે રિન્યુઅલ થઇ જાય છે. આ યોજના અંતર્ગત જો કોઇ પણ કારણથી વીમા ધારકનું મૃત્યુ થઇ જાય છે તો તેના પરિવારના સભ્યને વીમા રાશી તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. 

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજનાનો લાભ માત્ર 18થી 70 વર્ષની ઉંમરના લોકોને જ મળે છે. આ વીમા સુરક્ષા યોજનાની જોખમી અવધી પણ 1 જુનથી 31 મે સુધી હોય છે. ત્યારબાદ વ્યક્તિના બેંક ખાતામાંથી 30 રૂપિયા ઓટો ડેબિટ થઇ જાય છે અને જોખમ સુરક્ષા ચાલુ જ રહે છે. સુરક્ષા વીમા યોજનામાં માત્ર 30 રૂપિયાના પ્રિમિયમ પર 2 લાખ રૂપિયાના વીમા સુરક્ષા મળે છે. જો કે આ યોજના અંતર્ગત દુર્ઘટનામાં વીમાધારકનું મૃત્યુ થઇ જાય તો અને એક્સિડેન્ટમાં પૂર્ણ વિકલાંગતા આવી જાય તો 2 લાખ રૂપિયા મળે છે. તો આંશિક વિકલાંગતા પર 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. 

નિર્મલા સીતારમણે જણાવ્યું કે 26 એપ્રિલ 2023 સુધી પીએમજેજેબીવાય અને પીએમએસબીવાય યોજના અંતર્ગત ક્રમશઃ 16.2 કરોડ તથા 34.2 કરોડ લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. તો પીએમજેજેબીવાય યોજનામાં 6.64 લાખ પરિવારને સહાયતા આપવામાં આવી છે. જેમાં ક્લેમ તરીકે 13,290 કરોડ રૂપિયાનું ચુકવણું કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ