બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / insurance company often rejects the claim? So just do this work, the solution will come in 15 days

તમારા કામનું / વીમો લીધો છે પણ ઈન્શ્યોરન્સ કંપની વારંવાર ક્લેમ રિજેક્ટ કરે છે? તો કરો બસ આટલું કામ, 15 દિવસમાં આવી જશે ઉકેલ

Megha

Last Updated: 01:45 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ વીમા કંપની તમારું વીમા કવર નકારે છે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

  • વીમા કંપની કોઈ કારણ બતાવીને વીમાના દાવાને નકારી શકે છે
  • આવા સમય માટે વીમા નિયમનકાર IRDAIએ ઘણા પ્રકારના નિયમો બનાવ્યા છે
  • ફરિયાદ નોંધાવ્યાના 15 દિવસમાં સમસ્યાનો કોઈ ઉકેલ આવી જાય છે 

વીમો કે ઈન્શ્યોરન્સ તમને કોઈ પણ અણધારી અથવા પ્રતિકૂળ ઘટનાને કારણે થતા આર્થિક નુકસાન માટે વીમા કવર પ્રદાન કરે છે. આ અંતર્ગત તમારે નિયમિત સમયગાળા દરમિયાન વીમા કવર માટે અમુક પ્રીમિયમ જમા કરાવવું પડે છે. આ પ્રિમીયમ માસિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે. જણાવી દઈએ કે તમારા વીમા કવરની રકમ તમારા દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમના મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. જો ભવિષ્યમાં તમારી સાથે કોઈ અકસ્માત થયો તો આવી પરીસ્થિતિમાં તમને વીમા કવરનો લાભ મળી શકે છે. 

વીમા પૉલિસી કોઈપણ અપ્રિય ઘટના અથવા નાણાકીય નુકસાનના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે પણ ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વીમા કંપની કોઈને કોઈ મોટું કે નાનું કારણ બતાવીને વ્યક્તિના વીમાના દાવાને નકારી દે છે. એવી પરિસ્થિતિમાં ઈન્સ્યોરન્સ ક્લેઈમ રિજેક્ટ થયા પછી વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે. જણાવી દઈએ કે આવી પરિસ્થિતને ધ્યાનમાં રાખીને વીમા નિયમનકાર IRDAIએ ઘણા પ્રકારના નિયમો બનાવ્યા છે. જો કોઈ વીમા કંપની તમારું વીમા કવર નકારે છે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

-વીમા કંપની તમારા દાવાને નકારવા માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે વીમાની નોંધણી કરતી વખતે સ્વાસ્થ્ય વિશે ખોટી માહિતી આપવી, દસ્તાવેજોમાં માહિતીમાં ફેરફાર, નિયમો અને શરતોનું ઉલ્લંઘન વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત વીમા કંપની આ કારણો આપીને તમારો દાવો નકારી શકે છે.

-જો વીમા કંપની તમારા વીમા દાવાને નકારી કાઢે તો આ સ્થિતિમાં પહેલા ફરિયાદ નિવારણ અધિકારી પાસે જવું પડશે અને દાવા સંબંધિત તમારી ફરિયાદ નોંધવી પડે છે. 

-આમ કર્યાના લગભગ 15 દિવસ પછી પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો તો આ સ્થિતિમાં તમે આ અંગે વીમા નિયમનકાર IRDAIને ફરિયાદ કરી શકો છો. 

-તમે IRDAI ના મેલ આઈડી [email protected] પર આ વિશે ફરિયાદ કરી શકો છો  અને એ સિવાય તમે આ નંબરો 155255 અથવા 1800 4254 732 પર કૉલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ