બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Katti Tirthdham is located in village Kadoli in Himmatnagar of Sabarkantha

દેવ દર્શન / દુ:ખ, દર્દની વાત કરો લેખિતમાં: ગુજરાતમાં આવેલા છે ભક્તોની હૂંડી સ્વીકારતા હનુમાનદાદા

Dinesh

Last Updated: 07:06 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના હિંમતનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલા કડોલી ગામની ઉત્તરે સાબરમતી નદીના કિનારે કટ્ટી તીર્થધામ આવેલું છે, જ્યાં આજે પણ હનુમાનજી આપની સમસ્યાની હૂંડી સ્વીકારી તેને દૂર કરવાનો સામર્થ્ય ધરાવે છે

ભારતવર્ષમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની હૂંડી શામળીયાએ સ્વીકારી હતી. તેવી જ રીતે વર્તમાન સમયમાં એક એવું ધામ ગુજરાતમાં છે કે જ્યાં આપની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેની લેખિત રજૂઆત ભગવાન સાંભળે છે. વાત છે સાબરકાંઠાના હિંમતનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલા કડોલી ગામની ઉત્તરે સાબરમતી નદીના કિનારે કટ્ટી તીર્થધામની, જ્યાં આજે પણ હનુમાનજી આપની સમસ્યાની હૂંડી સ્વીકારી તેને દૂર કરવાનો સામર્થ્ય ધરાવે છે. ભારતભરમાં હૂંડી સ્વીકારતુ અનોખું ધામ એટલે કટ્ટી ધામ.

હનુમાનજીની દિવ્ય પ્રતિમા
કટ્ટી તીર્થધામનો ઇતિહાસ વર્ષો જૂનો છે. તપેશ્વરી મહારાજના અખંડ તપના પગલે આજે પણ અખંડ ધુણી ધખી રહી છે. વિવિધ અભિશાપિત વ્યક્તિઓને મુક્ત થવા માટે જાણે કે પરમેશ્વરે જ પ્રયાસ કર્યો હોય તેમ વિવિધ સંતો મહંતો આવતા રહ્યા છે. સૌથી મોટી આસ્થા તેમજ ચમત્કાર તો એ છે કે હનુમાનજી મહારાજની દિવ્ય પ્રતિમા અહીંયા લાવ્યા બાદ અચાનક જ મુળ જગ્યાએ પરત પહોંચી ગઈ હતી. હનુમાનજીની પ્રતિમા કટ્ટી તીર્થધામથી બે કિલોમીટરના અંતરે સુંજ ગામમાં અપુજ હાલતમાં હતી.

કટ્ટીધામમાં બિરાજમાન દાદાની ચમત્કારીક મૂર્તિ
પ્રતિમા રાત્રિના સમયે મુળ જગ્યાએ જતી રહેતા હજારો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાનો કેન્દ્ર બન્યું  હાલના તબક્કે કેટલાય લોકોના મનોરથ સિદ્ધ કરવા માટેનું સ્વયંભૂ તીર્થધામ બની ચૂક્યું છે. કટ્ટી ધામ સડક માર્ગે હિંમતનગર તેમજ સપ્તેશ્વર મહાદેવ સાથે જોડાયેલું છે. કટ્ટીધામ સાત ઋષિઓની તપોભૂમિ છે. મંદિરના ગર્ભ ગૃહમાં વર્ષોથી અવિરત ઝરણું અભિષેક કરતું રહ્યું છે. હાલના તબક્કે કટ્ટીધામના દર્શન માત્રથી કોઈપણ વ્યક્તિના દુઃખ તેમ જ સમસ્યાઓ દૂર થાય છે.

કડોલી ગામે સાબરમતી કિનારે કટ્ટી તીર્થધામ
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ કોઈ સમસ્યા કે દુઃખમાં આવે ત્યારે ભગવાનને યાદ કરે છે. કટ્ટીધામ અન્ય તીર્થ સ્થાનોથી કંઈક અલગ છે. વ્યક્તિને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેને પોતાની સમસ્યા હૂંડી સ્વરૂપે ચિઠ્ઠીમાં લખી દાદાના ચરણે મૂકવાની રહે છે. હનુમાનજી ચિઠ્ઠી અને પોતાના ભક્તગણની સમસ્યાનો સત્વરે નિકાલ કરે છે અને દરેક ભક્તને સમસ્યા કે દુઃખમાંથી નિરાકરણ આપે છે. સામાન્ય રીતે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી ભગવાન શામળીયાએ સોનાના પથ્થરોથી કુવરબાઈનું મામેરુ કર્યું હતું. કટ્ટીધામમાં દરેક ભક્તની નાની મોટી દરેક સમસ્યાનું સમાધાન હનુમાનજીના ચરણે મળે છે.

હનુમાનજી ભાવિકોની સમસ્યાની હૂંડી સ્વીકારે છે
વર્ષોથી ભાવિકો નિરંતર કટ્ટી ધામના દર્શને આવે છે. ભક્તોના દુઃખ દાદા દૂર કરી રહ્યા છે અને તેમના અનેક ચમત્કારો ભક્તોના જીવનમાં થઈ રહ્યા છે. કોઈ સંકટ દુઃખના સમયમાં દાદાના શરણમાં આવતા જ તમામ દુઃખો માત્ર ચિઠ્ઠી લખવાથી જ દૂર થતા હોવાની ભાવિકોમાં અતૂટ શ્રદ્ધા છે. હિંમતનગર નજીક આવેલા કટ્ટી ધામમાં સ્થાનિક લોકો અને અમદાવાદ રાજકોટ ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માનતા પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે.

નિરંતર કટ્ટી ધામની પ્રતિષ્ઠા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. દાદાના શરણે આવેલા કોઈપણ વ્યક્તિની સમસ્યા પૂરી ના થઈ હોય તેવું આજ સુધી બન્યું નથી લોકો તેમની સમસ્યાઓ ચિઠ્ઠી કે હુંડી સ્વરૂપે લખી હનુમાનજીના ચરણ કમળમાં રાખી સમસ્યા કે દુઃખમાંથી મુક્તિ પામી રહ્યા છે. સામાન્ય રીતે દરેક ભક્તજન પોતાની શ્રદ્ધા અને વિશ્વાસના આધારે દરેક ભગવાનને માને છે. ભાવિકોની માનતા ચિઠ્ઠી કે હૂંડી સ્વરૂપે દાદાના ચરણે ધરવાથી તે દૂર થાય છે અને દુઃખ દર્દ દૂર થયા બાદ ચોક્કસ દિવસો સુધી મંદિરે હાજરી આપવી પડતી નથી.

કટ્ટીધામમાં શનિવારના દિવસે મહામેળો ભરાય છે. હજારો ભાવિકો હનુમાનજીના ચરણે પોતાની માનતાઓ પૂરી કરવા અને દુઃખ દૂર કરવા લેખીત રજૂઆત કરવા મંદિરે આવે છે. મંદિરમાં કટ્ટી હનુમાનજી દાદાના મંદિરની બાજુમાં જ લક્ષ્મીનારાયણ ભગવાન, ગણપતિજી. શંકર ભગવાનના મંદિર આવેલા છે. મંદિરમાં વર્ષોથી અખંડ ધૂણો ધખી રહ્યો છે. જે મંદિરના વાતાવરણને સકારાત્મક રાખે છે. કટ્ટીધામ સાધુસંતોની ભૂમિ છે હાલમાં પણ ગામમાં સાધુ સંતો બિરાજમાન છે. ચમત્કારી હનુમાનજીના પરચાથી સ્થાનિક લોકો અને મંદિરે આવતા ભાવિકો ધન્ય થાય છે.

ઋષિમુનિઓની તપોભૂમિ કટ્ટીધામ  
મંદિરમાં સંત શિરોમણી દાદુરામ મહારાજની પાદુકાઓ દર્શન માટે મૂકવામાં આવી છે અને તેમની પ્રતિમા પણ મંદિર પરિસરમાં રાખવામાં આવી છે. કટ્ટીધામમાં પાંચથી વધુ સાધુ સંતોએ મંદિરમાં નિરંતર અમૃત વરસાવી હનુમાનજીના સાનિધ્યમાં રહી ચૂક્યા છે. મંદિરમાં ધુંધળીમલ મહારાજ કુટીર આવેલી છે જ્યાં ભક્તો પોતાની મનોકામના માટે ચિઠ્ઠી લખે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે. અનેક મહાન સંતોએ આ ભૂમિને વિશાળ મંદિરમાં રૂપાંતરિત કરી તત્વશીલ અને પ્રભુતા સંપર્ક પ્રવાહની લહેરો આજે પણ કટીગામ પર કૃપા કરી જનસેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરી રહી છે.

વાંચવા જેવું: PHOTOS: જોતી રહી જશે દુનિયા કે કાલુપુરનું રેલવે સ્ટેશન છે કે એરપોર્ટ! હડસન હાઈલાઈન પાર્ક પરથી ડિઝાઇન તૈયાર

મંદિરમાં વર્ષોથી અખંડ ધૂણો
સ્થાનિકો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરે ભોજનની નિશુલ્ક વ્યવસ્થા કરાઈ છે. ભગવાનના ચરણે આવતા ભાવિકોને ભોજન પ્રસાદના રૂપમાં મળી રહે છે. ભક્તજનો હનુમાનદાદાના ચમત્કાર તેમજ કૃપાથી ધન્ય બની રહ્યા છે. પ્રાચીનથી અર્વાચીન સુધી કટ્ટીધામની પ્રસિદ્ધિ યથાવત સ્વરૂપે છે. હાલના તબક્કે ગુજરાતભરમાંથી હૂંડી કે ચિઠ્ઠીથી દુઃખ દર્દ દૂર કરનારા હનુમાનજી સાબરમતીના કિનારે હાજરાહજૂર બિરાજમાન છે. મંદિરના બાજુમાં નવનાથના મંદિર આવેલા છે. કહેવાય છે કે ગુજરાતમાં માત્ર બે જગ્યાએ જ નવનાથના મંદિરો આવેલા છે. એક સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને બીજા સાબરકાંઠા જિલ્લાના કટ્ટી ધામમાં. કટ્ટીધામની મુલાકાતમાં આવતા ભક્તોના દુઃખ દર્દ દર્શન માત્રથી દૂર થાય છે ત્યારે આજના યુગે દુઃખ દર્દ કે સમસ્યા દૂર કરવા ભગવાનને નામ એક હૂંડી કે ચિઠ્ઠી કેટલું મોટું કામ કરી જાય છે તેનો અનુભવ કરવા કટ્ટીધામની મુલાકાત અવશ્ય કરવી રહી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ