લીવરને તાજુ માજું રાખવું હોય તો આ ફૂડનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં

લીવર શરીરનો મહત્વનો અવયવ છે. લીવરને ગુજરાતીમાં યકૃત કહેવાય છે. તમારે લીવરનું ધ્યાન રાખવા માટે તમારા શરીરના વજન કાબૂમાં રાખવું જોઈએ. તમારા ખોરાકમા યોગ્ય અને સંતુલિત આહાર લેવો જોઈએ. રેગ્યુલર કસરત કરવી જોઈએ.

લીવરને તાજુ માજું રાખવું હોય તો આ ફૂડનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં

Health Food: લીવરને સ્વસ્થ રાખવા માટે દારૂ, તમાકુથી દૂર રહેવું જોઈએ. દારૂ અને ડ્રગ્સના વધારે પડતા સેવનથી લીવર પર ખૂબ ખરાબ અસર થાય છે. તમારે ખોરાક આડેધડ ખાવાની ટેવ પણ તમારા લીવર પર ખુબ માઠી અસર કરે છે. વધારે પડતો તીખો અને તળેલો ખોરાક લાંબા સમયે તમારા લીવર પર ખરાબ અસર કરે છે. લીવરને તેનું કામ બરાબર કરવા માટે યોગ્ય માત્રામાં વિટામિન મિનરલ અને એન્ટી ઓક્સીડેન્ટની જરૂર પડે છે. લીવરને તેના કાર્યોમાં સુધારો કરવા માટે વિટામિન, ખનિજો અને એન્ટીઓકિસડન્ટો ની યોગ્ય માત્રા જરૂરી છે. લીવરની ભૂમિકા વિટામિન્સ અને આયર્ન સંગ્રહિત કરવાની છે.

1) ગાજરમાં રહેલ વિટામિન એ લીવરની બિમારીથી બચાવે છે. તેમાં વધારે માત્રામાં બીટા કેરોટીન પણ રહેલું છે, જેનાથી લીવર સારી રીતે કામ કરે છે.

2) આદુ લીવરના એન્ઝાઈમ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે લીવરના રોગોથી બચાવે છે અને તેને મજબૂત પણ કરે છે.

3) હળદરમાં ઘણા ગુણ આવેલા છે તે શરીરમાં બાઇલ જ્યુસ પેદા કરે છે. જે કુદરતી રીતે લીવરને ડિટોકિસીફાય કરવામાં મદદ કરે છે.

4) સ્વસ્થ લીવર માટે કોફી પીવી ખૂબ જરૂરી છે. કોફી ઈંફ્લેમેશનને ઓછું કરે છે. અને એન્ટીઓક્સીડેન્ટ સ્તરને વધારે છે જેનાથી લીવર મજબૂત બને છે.

5) રોજની 2 થી 3 ગ્રીન ટીનું સેવન કરવાથી લીવર પર ખૂબ સારી અસર થાય છે. એક સંશોધન પ્રમાણે ગ્રીન ટી પીવાવાળાને લીવરની સમસ્યા ખૂબ ઓછી દેખાઈ છે.

6) અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ અને ગ્લુટાથિઓન વધુ હોય છે જે યકૃતને સાફ કરવામાં મદદ કરે છે. અખરોટ યકૃતને ડિટોક્સિફાઇંગમાં મદદ કરે છે. અખરોટ યકૃતના ઉત્સેચકોને સુધારે છે. અખરોટ યકૃતના રોગોને ઘટાડવાનો સૌથી વિશ્વસનીય સ્રોત છે અને શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news